________________
અસ્તિત્વ સિવાય કોઈ નથી ૫) અન્યત્વ-આત્મા સિવાય બીજું કાઈ મારું નથી ૬) અશુચિ-દેહ તથા સંસાર અશુચિથી જ ભરેલો છે ૭) આશ્રવ-કર્મનું આવવું ૮) સંવર-કર્મનું રોકવું ૯) નિર્જરા-કર્મને ક્ષય કરવા ૧૦) લોકસ્વરૂપ-લોકનું (બ્રહ્માંડ) સ્વરૂપ જાણવું ૧૧) બોધિદુર્લભ-નિર્ગથ ગુરૂનો બોધ મળવો દુર્લભ છે ૧૨) ધર્મદુર્લભ-સાચો ધર્મ પામવો અતિ દુર્લભ છે.
આ બાર ભાવનાઓ મુમુક્ષુ સેવે તો સંસાર અનિત્ય છે તેથી જ્ઞાનસ્વરૂપરૂપી આત્મા અશરણ થઈને અશુચિથી ભરેલા દેહને તથા લોકસ્વરૂપને જાણી, સત્યધર્મને ગ્રહણ કરી, સદ્દગુરૂના બોધમાં શ્રદ્ધા રાખી અવ્યાબાધ સુખને પ્રાપ્તિ કરી શકે.
(૫) આઠ દ્રષ્ટિઃ આ આઠ દ્રષ્ટિ આત્માની નિર્મળતાનું બેરોમીટર છે. છેલ્લી દ્રષ્ટિમાં પરા એટલે પરાભક્તિ અથવા આત્મા-પરમાત્માનું એકરૂપ થઈ જવું છે. ૧) મૈત્રી-જેમ તરણામાં અગ્નિ પ્રગટે. ૨) તારા-જેમ કોલસામાં અગ્નિ પ્રગટે. ૩) બલા-જેમ લાકડામાં અગ્નિ પ્રગટે. ૪) દિપ્તા-જેમ દિવો પ્રગટે. ૫) સ્થિરા-જેમ રત્ન ઝળકે. ૬) કાંતા-જેમ તારાઓનો પ્રકાશ ઝળકે. ૭) પ્રભા-જેમ સુપ્રભાત થાય. ૮) પરા-જેમ ચંદ્રનું તેજ શાંતિ અને શીતળતા આપે, તે દ્રષ્ટાંત રૂપે છે.
(૬) છ લેશ્યાઃ કૃષ્ણનો રંગ કાળો છે, નીલનો રંગ ભૂરો છે, કપોતનો રંગ ભૂખરો છે, તેજનો ગુલાબી, પદમનો રંગ પીળો છે, શુકલનો રંગ સફેદ છે. કર્મના આવરણ પ્રમાણે વેશ્યા બદલાય છે. તે આત્માની અવસ્થાનું બેરોમિટર છે.
પ્રાજ્ઞાનની પ્રામાં આત્માની અનુભૂતિ