________________
ત્રણ લોકમાં જીવ તથા પુદ્ગલ દ્રવ્ય ગતિ અને સ્થિતિની સહાયથી લોકમાં આવાગમન કરે છે દ્રવ્યના ગુણ અને પર્યાય તે કાળદ્રવ્ય હોવાનાં પ્રમાણને આધારે મળે છે. કાળદ્રવ્ય એક પ્રદેશાત્મક છે તથા તેનો ગુણ મિલનસાર નથી.
(૨) પંચાસ્તિકાયઃ પાંચ દ્રવ્ય જીવ, પુદ્ગલ, ધર્મ, અધર્મ અને આકાશ તેનું અસ્તિત્વ છે. આકાશ અનંત પ્રદેશાત્મક, જીવ, ધર્મ અને અધર્મ અસંખ્ય પ્રદેશાત્મક તથા પુદ્ગલ એક પ્રદેશાત્મક મીલનસાર દ્રવ્ય છે. આ પાંચ દ્રવ્યના અસ્તિત્વથી ત્રણલોકની ઉત્પત્તિ છે.
(૩) નવતત્વ: ૧) જીવ-ચેતન તત્ત્વ ૨) અજીવ જડ તત્ત્વ (પુદ્ગલ) ૩) પુણ્ય-શુભ ભાવનું ફળ ૪) પાપ-અશુભ ભાવનું ફળ ૫) આશ્રવ-કર્મનું આવવું ૬) સંવર-કર્મને રોકવા ૭) નિર્જરા-કર્મનો ક્ષય કરવો ૮) બંધ-અનંત જન્મમરણનું કારણ છે. ૯) મોક્ષ-આત્માની મુક્ત દશા.
જીવ, પુદ્ગલ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, અને મોક્ષ છે. દિગંબર માન્યતા પ્રમાણે ૭ તત્ત્વ છે. દિગંબર માન્યતા પ્રમાણે પુણ્ય તથા પાપ તે આશ્રવમાં સમાય છે. જીવનો પુગલ કર્મ સાથેનો સંબંધ તથા તેનાં પર્યાય તે બાકી રહેલા ૭ તત્ત્વની સમજણથી પ્રાપ્ત થાય છે.
(૪) ૬ પદ: ૧) આત્મા છે –દેહથી આત્મા ભિન્ન તત્વ છે ૨) નિત્ય છેઆત્મા અવિનાશી છે ૩) કર્તા છે-આત્મા કર્મનો કર્તા છે ૪) ભોક્તા છે-આત્મા કર્મનો ભોક્તા છે ૫) મોક્ષ છે-આત્માની મુક્તિ (કર્મથી) થઈ શકે છે ૬) મોક્ષના ઉપાય છે-સદ્ગુરુનો બોધ, દર્શન, જ્ઞાન, ચારિત્ર, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ અને સંયમ તેનો ઉપાય છે.
આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્તા છે, આત્મા ભોકતા છે, મોક્ષ છે અને મોક્ષના ઉપાય છે, તે આત્મા હોવાનું પ્રમાણ છે તથા આત્મા જન્મ-જરામરણનાં દુઃખોથી મુક્ત થઈ અવ્યાબાધ સુખની પ્રાપ્તિ કરી શકે છે.
(૫) ૪ યોગ : ૧) ધર્મકથાનુયોગ-પુરાણ પુરુષની કથા તથા બોધ ૨) દ્રવ્યાનુયોગ-મુખ્યત્વે જીવ તથા અજીવ તત્ત્વનો સિદ્ધાંત. ૩) કરૂણાનુયોગ-કર્મનાં સિદ્ધાંત અને તેની જાણકારી. ૪) ચરણાનુયોગ-આત્માના સંયમ પાળવાની
તત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ