________________
જૈન ધર્મની જગતહિતસ્વિતા
જૈનના એક એક પવિત્ર સિદ્ધાંત પર વિચાર કરતાં આયુષ્ય પૂર્ણ થાય તો પણ પાર પામીએ નહીં તેમ રહ્યું છે. બાકીના સઘળા ધર્મમતોના વિચાર જિનપ્રણીત વચનામૃતસિંધુ આગળ એક બિંદુરૂપ પણ નથી. જૈન જેણે જાણ્યો અને સેવ્યો તે કેવળ નિરાગી અને સર્વજ્ઞ થઈ જાય છે. એના પ્રવર્તકો કેટલા પવિત્ર પુરુષો હતા! એના સિદ્ધાંતો કેવળ અખંડ સંપૂર્ણ અને દયામય છે. એમાં દૂષણ કાંઈ જ નથી. કેવળ નિર્દોષ તો માત્ર તેનું દર્શન છે. એવા એક્કે પારમાર્થિક વિષય નથી કે જે જૈનમાં નહીં હોય અને એવું એક્કે તત્ત્વ નથી કે જે જૈનમાં નથી. એક વિષયને અનંત ભેદે પરિપૂર્ણ કરનાર તે જૈનદર્શન છે. પ્રયોજનભૂત તત્ત્વ એના જેવું ક્યાંય નથી. એક દેહમાં બે આત્મા નથી; તેમ આખી સૃષ્ટિમાં બે જૈન એટલે જૈનની તુલ્ય એક્કે દર્શન નથી. આમ કહેવાનું કારણ શું? તો માત્ર તેની પરિપૂર્ણતા, નિરાગિતા, સત્યતા અને જગતહિતસ્વિતા.’’
-શ્રીમદ્ રાજચંદ્ર
જૈન ભૂગોળ
મહાવીર સ્વામીના કેવળજ્ઞાનનું પ્રમાણ જૈન ભૂગોળ એટલે ત્રણલોક અને સિદ્ધલોક તથા લોક-આલોકનું આકાશમાં હોવાપણાનો પૂરાવો પરમાત્મા આપે છે.
ત્રણ લોક એટલે દેવલોક, મધ્યલોક અને અધોલોક (નારકી)માં અજ્ઞાની દશામાં આત્મા જન્મ, જરા, મરણના અનંત દુઃખોને ભોગવી રહ્યો છે. દેવ તિર્યંચ મનુષ્ય અથવા નારકીમાં જન્મ-જરા મરણ અને અનંત ભવોથી કરેલા કર્મને આધારે આત્માને ૧ થી ૫ ઈન્દ્રિયોવાળા શરીર (દેહ)ની પ્રાપ્તિ થાય છે. મનુષ્યદેહમાં પ ઈન્દ્રિય અને મન તથા બુદ્ધિની પણ પ્રાપ્તિ છે. ઉત્પાત વ્યય અને ધ્રુવની પ્રક્રિયા, અધિષ્ઠાન (વસ્તુ ઉત્પન્ન થઈ, સ્થિર રહી, લય પામવી) તે ભગવાને આપેલા બોધ (દ્વાદશાંગી, આગમ) ના આધારે પ્રગટ છે.
તત્ત્વજ્ઞાનની ગુફામાં આત્માની અનુભૂતિ