________________
૮૮
સુરતને જેન ઈતિહાસ
૧૩૬. આ સંધ સં. ૧૮૦૪ માં નીકળ્યો હતો એ વાતનું પ્રમાણુ દેવચંદ્રજી પિતાના સિદ્ધાચલ સ્તવનમાં ચેખું કહે છે - સંવત અઢાર ચીડોત્તર વરસે, સિત મૃગસર તેરસીયે શ્રી સુરતથી ભક્તિ હરખથી, સંઘ સહિત ઉલ્લસિયે કચરા કીકા જિનવર ભક્તિ, રૂપચંદ ગુણવંતજીએ શ્રી સંઘને પ્રભુજી ભેટાવ્યા, જગપતિ પ્રથમ આણંદજીએ.
–શ્રીમદ્દ દેવચંદ્રજી ભાગ ૨ પૃ ૯૧૭.
૧૩૭. સં. ૧૮૦૭ ના વૈ શું ૩ બુધવારે શ્રીમદ્દ થશેવિજયજીકત ૧૨૫ ગાથાના સીમંધર સ્તવનની ૧૦ પત્રની પ્રતિ 'પં. વિનીતવિજયે શ્રાવિકા લહેરીબાઈ પનાર્થે લખી (નાહટા સંગ્રહ વાંકાનેર.)
૧૩૮ સં. ૧૮૦૫ અને ૧૮૧૦ ની વચ્ચે ઉત્તમવિજયજી સાથે પદ્યવિજયજી સુરત આવ્યા હતા અને સુવિધિવિજય પાસે શબ્દ શાસ્ત્ર, પંચ કાવ્ય, મદાલસા આદિ નાટક, છંદશાસ્ત્ર, અલંકારને અભ્યાસ કર્યો. તારાચંદ સંઘવીએ તેમની સુંદર બુદ્ધિ જોઈ ધન ખર્ચે પંડિત રાખી દઈ તેમને ન્યાય શાસ્ત્ર ભણાવ્યું. પછી ઉત્તમવિજયજીએ ગુરૂ પાસે જૈન ન્યાય, મહાત્માત્ય, અંગ ઉપાંગ મૂલ સૂત્ર, પાંચ કર્મ ગ્રંથ, કર્મ પ્રકૃતિ આદિને અભ્યાસ કર્યો.
૧૩૯ ઉપયુક્ત કલ્યાણસાગરસૂરિએ અમદાવાદમાં સં. ૧૮૦૮ વિજય દશમીને ગુરૂવારે પિતાના શિષ્યને સૂરિપદ આપી પુણસાગરસૂરિ નામ સ્થાપ્યું. ત્યાર પછી ત્યાં એવામાં સૂરતનો સંધ સિદ્ધાચલની યાત્રા કરી અમદાવાદ આવ્યો (આ સં. ૧૮૧૦ નો