________________
I aઝ બ . . સુરતને ક્રમબદ્ધ જૈન ઇતિહાસ.
૧ પ્રસ્તાવ. (લેખક:-શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ B. A. LL. B. Advocate. ]
૧ કઈ નગરનો ઈતિહાસ તે તેની વસ્તીને ઈતિહાસ-તેના રાજ અને ખાસ કરી તેની પ્રજાનો ઇતિહાસ. તેમાં તેનાં ઐતિહાસિક સ્થળે, બનાવો, તેની સ્થાપના અને ત્યારથી તેની ચડતી પડતી વગેરેનો સમાવેશ થાય છે. કોઈ નગરને જૈન ઇતિહાસ એટલે તેમાં વસતા જેન ચતુર્વિધ સંઘ-જૈન આગેવાને, જૈન મંદિરે, ઉપાશ્રયે, જ્ઞાનભંડારે, ધર્મસ્થાનો ઈતિહાસ કે જેમાં જેનોના રચેલા પ્રબંધ પુસ્તકો તેમજ શિલાલેખો–પ્રતિમાલેખ વગેરેમાંથી મળતી તે સંધ, અને ધર્મસ્થાને તેમજ જૈન સાહિત્યને લગતી હકીકતનો સમાવેશ થાય છે.
૨ સુરત સંબંધી આ પુસ્તકમાં જણાવેલી, તેમજ મારી સ્વતંત્ર ધળને અંગે જુદે જુદે સ્થળેથી સાંપડેલી વિધ વિધ માહિતી એકત્રિત કરી તેને વર્ષોનુમે સાંકળીને અત્ર નેંધી છે અને તે સર્વ ને સુરતના જૈન ઇતિહાસમાં ઉપયોગી નિવડશે. આ ઐતિહાસિક નેધને ટુંકું નામ “ઈતિહાસ' મેં આપેલું છે.
૩ જેમ જેમ વધુ શોધખોળ થતી જાય તેમ તેમ વધુ વધુ અને નવી હકીકત મળી શકે; તે તેમ કરવાનો પ્રયાસ પુરાતત્ત્વરસિકે સેવશે એમ આશા રાખીશું. સુરતનાં બધાં વેતાંબર અને