________________
૩૦
સુરતને જૈન ઇતિહાસ.
લાગ્યા. ગિરધરજી રૂષિ પણ સમજી અણગારની પાસે આવી ઘણું સિદ્ધાંત ભણ્યા. વ્યાકરણ સાધીને આજ્ઞા લઈને વિહાર કર્યો. કાહા (કાન્હ) છ ઋષિને માણેકચંદજી મળ્યા ને આહાર પાણી ભેળાં કર્યા. આજ્ઞા એ વિનયની રીતિ મૂલ જિન માર્ગ છે. વિચારો, એ સૂત્રની રીતિ છે.” (પાવલી સંપૂર્ણ)
: - ૪૪ આ ઉપરથી સુરતના વાસી દશા શ્રીમાળી વણિક શ્રાવક લવજીએ સંયમ લઈ ઋષિ તરીકેનું પાળેલું ચરિત્ર અદભુત જણાશે. લેકા પક્ષથી જુદા પડી જુદો ચીલે પોતે કાઢો હતો. વીતરાગ માર્ગની સમાચારી, સાધુના આચાર વિચાર, સિદ્ધાંતમાં લખેલી વસમી ક્રિયા અને દુષ્કર ચારિત્રની શ્રેણી, વિનયમૂલ ધર્મ વગેરેથી આકર્ષાઈ પોતે તેને પ્રચલિત માર્ગમાં ન જોતાં તેથી જુદી પ્રરૂપણ કરી, તેવી ક્રિયા પાળવા પ્રયાસ કર્યો, ઉપસર્ગ સહન કર્યા. આથી તેનો પરિવાર ટુંકે હતા તે તેમના દેહાવસાન પછી વધે. *
૪૫ સ્વ. વાડીલાલ મોતીલાલ શાહ સને ૧૯૦૯ માં પિતે પ્રકટ કરેલી “શ્રી સાધુ માર્ગે જૈન ધર્મનુયાયીઓએ જાણવાજોગ કેટલીક ઐતિહાસિક નેધ” માં પૃ. ૮૪ થી જણાવે છે કે “સં. ૧૬૮૫ માં શ્રીમાન ધર્મસિંહ સુધારક તરીકે બહાર પડ્યા અને ૧૬૯૨ માં શ્રીમાન લવજી બહાર પડયા.” પછી તે સામાન્ય રીતે ઉપરની પટ્ટાવલી પ્રમાણે લગભગ તેમનું ચરિત્ર ટુંકમાં આપે છે. ફેર કેટલાક છે, અને બીજી કેટલીક વાત આપી છે તે સરખાવી લેવી. શ્રી લવઇને થયેલ વિષપ્રયોગ સંબંધી કહે છે કે “કેઈ યતિની ખટપટથી એક રંગરેજના હાથે વિષમિશ્રીત લાડુ હેમને વહોરાવરાવી જીવ