________________
એટલું જ નહિ પણ તે વિષે જાણવાની વૃત્તિ અને પ્રયત્ન નહિ જેવાજ હોય છે. તેમને આ ગ્રંથમાંથી છે પણ પ્રેરણા મળશે તેમાં આ ગ્રંથનું સાફલ્ય છે.
શ્રી કેસરીચંદ ઝવેરીએ આ પુસ્તકનું સંપાદન-પ્રકાશ કરીને સાહિત્ય રસિક સમક્ષ બહુજ સારી સામગ્રી રજુ કરી છે જેનો ઉપગ સામાન્ય વાચકને છે તેથી પણ વધારે સંશોધકોને છે. તેઓ તેને સંપૂર્ણ લાભ ઉઠાવી શકે છે. સામાન્ય પ્રજાજનને પણ પિતાના શહેરની–સમા જની કે જ્ઞાતિની ઉત્પત્તિ વગેરેની વાતે જાણવાને રસ આપણા દેશમાં બહું નથી હોતા તે પણ આ પુસ્તકના વાંચન થી સહેજે ઉપન્ન થશે એમ લાગે છે.
સંસ્થાઓના વહીવટદારને સાર્વજનિક ભાવના પિષવાની તેમની વિનંતિ ઘણીજ ગ્ય અને સકારણ છે. મુનિ મહારાજેનું ધ્યાન પણ તેમણે જે રીતે દેરવા પ્રયત્ન કર્યો છે તે પણ ઉચિતજ છે.
અંતમાં ભાઈ કેસરીચંદને તેમના આ શુભ અને પ્રમાણિક પ્રયાસ માટે અભિનંદન આપીને ઈચ્છું છું કે તેમણે પ્રસ્તાવનામાં જણાવ્યા પ્રમાણે સુરત વિષેના શસાએને સંગ્રહ તેમના જ હાથે સત્વર બહાર પડે.
અમદાવાદ ત્રજલાલ મેહનલાલ શાહ, તા. ૨૫-૨-૩૮.