________________
૧૨૪
સુરતને જૈન ઇતિહાસ.
એકત્રિત થાય તે આખા ગૂજરાતનો સમગ્ર ઈતિહાસ સાંપડે વળી એ રીતે થયેલા ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાંથી ગૂજરાતીઓને જરૂર ચેતના અને પ્રેરણું મળે “ગુજરાત સર્વ સંગ્રહ” એ બહુ પુરાણો ગ્રંથ થયો. હવે તે તે છપાયા પછી થયેલ શેધખોળ અને અભ્યાસનાં પરિણામેવાળો ઇતિહાસ રચવાની જરૂર છે. એ ઇતિહાસ પ્રાચીન ઐતિહાસિક ગ્રંથને, શિલાલેખો આદિને આધારભૂત રાખી, સાચી ઐતિહાસિક દષ્ટિ કેળવી, પિતાના શહેરની ઐતિહાસિક માહિતી સંગ્રહી, બની શકે તેટલા ટુંકાણમાં તેમજ સાદી અને સરળ ભાષામાં ઉતારવાને પરિશ્રમ સાધુઓ, વિદ્વાન, ગ્રેજ્યુએટ, લેખકે, અમલદારો લે, તો તે તેમને માટે અભિનંદનનો તથા સત્કારનો વિષય બને, એટલું જ નહિ પણ તે તે સ્થાનના વતનીઓને માટે પણ અભિમાનની વસ્તુ બને અને થોડા સમયમાં ગુજરાતને આધારભૂત અને બને તેટલે પૂર્ણ ઇતિહાસ મળી રહે.
૨૧૭ કવિવર અને સુજ્ઞ વિવેચક શ્રી મેઘાણીના શબ્દોમાં - કહીએ તો “વર્તમાન યુગનાં અનેક ઉત્તમ બેલે પૈકીનું એક બલ તે આપણા દેશના પ્રાચીન ઇતિહાસ તથા સંસ્કૃતિને પ્રામાણિક અભ્યાસમાં ઉંડા ઉતરવાની સત્યશોધક વૃત્તિ છે. કેવલ કપોલકલ્પિત દંતકથાઓને ભરોસે રહી આપણે ભૂતકાળને મહાજજવલ માન્યાં કરવાની, અથવા તે કેવલ યુરોપી ઇતિહાસકારોએ કરેલાં ઉપરછલાં સંશોધન પર અવલખીને આપણે અતીતની હીણ ગણના કરવાની --એ બને આદતો વચ્ચે તુલનાત્મક સંશોધનદષ્ટિ જન્મી ચૂકી છે,
અને એ વૃત્તિએ કેવલ દેશ અને પ્રાંતની જ નહિ, પણ અકકેક . પ્રાચીન નગરની પ્રાચીનતા તપાસવાનું શરૂ થયું છે.” ઉદાહરણ