________________
સુરતની સ્થાપના.
એમ આમાં જણાવેલ છે એટલે સુરતની સ્થાપનામાં ગેપીનો કે ગોપીના વખતની કઈ રામજનીના નામને સંબંધ નથી. (પ્રો. કમીસરીઅ પિતાના Studies in the History of Gujarat નામના પુસ્તકમાં એજ નિર્ણય સુરતની સ્થાપના સંબંધે બાંધે છે. તેના નવમા પ્રકરણમાં ગોપી તળાવ અને મલિક ગોપી સંબંધી વિસ્તારથી આપેલ હકીકત જાણવા જેવી છે.)
૭ દીપવિજયે સહમકુલ-પટ્ટાવલી રાસમાં ગદ્યમાં લખ્યું છે કે “સં. ૧૫૦૦ મધ્યે સુરતનો કિલ્લો ફરંગિઈ કરાવ્યો, તિહાં હૈડા લેક વસતા. એહવે સં. ૧૬૨૪ જહાનરસા પાતસાહ રાંનેર આવ્યો, રાને રવાસી કેરીધ્વજ નાકુંદો (નાખુદો)-તેણે પાનેરથી તે વરિઆવ ૩ ગાઉ સૂદ્ધી કૅમખાપ (કીનખાબ) નાં પથરણું પાથરીને સેહરમેં પાતસાહને પધરાવ્યા. સાહિ પ્રસન્ન થયો. “માંગ માંગ,” તિવારે શેઠ હાથણીને સંજોગ જોવાનું માંગ્યું. સાહે ના કહી જે “હાથનીનો સંજોગ જોતાં તાહર દ્રવ્ય જસે.” માન્યું નહી. સંજોગ જોયો. તે નાકુદાની લક્ષ્મી નાસ પામી. પાતસાહે જાહાંગીરપુર વા. એ પાતસાહની પાંતર નામે સૂરજ, તિણે પાતસાહની રજાથી સં. ૧૬૨૫ સુરત વસાવ્યું. અને એસવાલ ગેપીસા શ્રાવક, તિણે ગોપીપુરું વાર્યું ૧ ગોપી તળાવ અને ચૌમુખી વાવ કરાવી અને સં. ૧૬૭૮ વષે સૂરજમંડન પારસનાથજી સેનસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી. સૂરજમંડણજીની પલાંઠી તથા પાછલ લખ્યું છે. એજ વરસમાં કવિ ગામમેં સાસુ વહુના દેહરા પ્રતિષ્ઠા થઈ.”
૮ આ કવિએ લેકમાં ચાલતી દંતકથા લખી લાગે છે. તે ઇતિહાસથી સિદ્ધ થતી નથી. સં. ૧૬૨૪ માં જહાંગીર બાદશાહ