________________
૫૪
સાટુ સંપ્રતિ ભાઈ ! આ ઘેટાનાં બચ્ચાંને એના સ્થાને પહોંચાડવા માટે તું મને તે સપ. તે બચું છે એટલું જ નહી પણ તે લંગડું છે, માટે ઓ દયાળુ બંધુ! તું મને આટલું જીવતદાનનું કાર્ય કરવા દે.”
યુવાન ! આ એક બચ્ચાની જ દયા ખાધેથી શું વળશે? આ સાથેના સઘળાં ઘેટાઓ આજે રાજગૃહી નગરીના પશુયજ્ઞમાં હોમાઈ જશે. રાજગૃહી બલિદાન માટે ઘેટાથી ઉભરાય છે તે તરફ નજર કરતાં, એ દયાળુ યુવાન! તને સમજાશે કે આ એક બચ્ચાંનાં બચાવવા માત્રથી શું વળવાનું છે? તું ત્યાં જા ને સર્વને બચાવ કર. જે તારા હૃદયમાં પશુદયાની સાચી ધગશ અને પ્રેમ હોય તે આજ ક્ષણે અહિંથી સીધે ગિરિરાજના રાજયદરબારે જા અને પશુયજ્ઞ બંધ કરાવ.” તપસ્વી ગિરિત્રજ તરફ
આટલા જ પ્રોત્સાહનભર્યા શબ્દએ તે યુવાનને માર્ગદર્શક બનાવ્યું અને જોતજેતામાં તે યજ્ઞમંડપના દ્વાર નજદીક જઈ ઊભું કે જ્યાં સેંકડો પશુઓને દેરડાંથી મજબૂત બાંધવામાં આવ્યાં હતાં. રખે આકંદ કરતું એકાદ પશુ બલિ માટે આનાકાની કરે તે પણ તે બચવા ન પામે એવી રીતની પુરેડિતે પૂરેપૂરી વ્યવસ્થા કરી હતી.
ઉત્સવની પૂરેપૂરી તૈયારીઓ થઈ ચૂકી હતી. બળિવેદીને અગ્નિ મોટી મોટી રાક્ષસી જવાળાઓ કાઢી રહ્યા હતા. રાજાજી પણ યજ્ઞમંડપમાં આવી બિરાજમાન થયા હતા અને તરફ ઉચ્ચારાતાં વેદ-મંત્રોથી યજ્ઞમંડપ ગાજી રહ્યા હતા. યજ્ઞની તૈયારી નિમિત્તે વાછત્ર વાગવા શરૂ થયાં હતાં અને પુરહિતે વારંવાર ઉચ્ચાર કરતા હતા કે “અહા! હા! આ અજ્ઞાન છે સ્વર્ગપ્રાપ્તિ માટે કેમ આટલી આનાકાની કરે છે?” ક્રિયા જેશપૂર્વક ચાલી રહી હતી અને બસ! પુરોહિતની આજ્ઞાની જ રાહ યજ્ઞક્રિયાકાંડ કરનારાઓ જોઈ રહ્યા હતા.
અહા! હા! આ શે ચમત્કાર ! ખંભે ઘેટાનું બચ્ચું લઈ યજ્ઞમંડપમાં આ કે ચાલ્યો આવે છે? અરે ! આ શું? ખુદ રાજાજી ઊઠી તેને સન્માવા સામે ગયા! આ યુવાન યોગીનું આટલું શું મહતવ પણ અરે! રાજાજીએ નમસ્કાર કર્યા અને તેમના ખભેથી ઘેટાનાં બચ્ચાંને જાતે ઉતાર્યું!
ગીરાજ, પધારે. આપને મારા કટિશઃ વંદન છે. મહાપુરુષ! આપે આ ઘેટા. સાથે અહીં પધારી મને આભારી કીધું છે. ભગવાન ! આપનું આ સમયે અહીં પધારવાનું પ્રયજન સમજાવશે ખરા?” શ્રેણિકે બિંબિસારે પૃચ્છા કરી. તરુણ તપસ્વીને આદર્શ પ્રતિબંધ
રાજન ! જરા મારા શબ્દોને એકચિતે શ્રવણ કરી તેનું મનન કર, અને પછી તારા આત્માને યોગ્ય લાગે તેવી રીતે વર્તજે.”