________________
પ્રકરણ ૩ જુ.
દેવકીનંદ સાર્થવાહે ખલેલે ભેદ અને નેપાળકુમારનાં લગ્ન.
રાતટ નગરની વેપારીઆલમ તથા મહારાજાધિરાજના સાનંદાશ્ચર્ય વચ્ચે અંદર શેઠે રાજધાનીની સાચવેલ અણમોલ આંટના અંગે સેના મનમાં જબરજસ્ત શંકા ઉત્પન્ન થઈ કે નિશ્ચયે આ ગોપાળ એ કઈ સાધારણ પુરુષ નહીં પરંતુ મગધાધિપતિ મહારાજા પ્રસેનજીતને વનવાસે નીકળેલ પાટવીકુંવર બિંબિસાર જ છે. આ વસ્તુનું સ્પષ્ટીકરણ મહારાજાશ્રી તથા ઇંદ્રદત્ત શેઠને ખાનગીમાં બોલાવી દેવકીનંદ સાર્થવાહે કરેલું. સબબ દેવકીનંદ સાર્થવાહનો મહારાજા પ્રસેનજીત સાથે નિકટ સંબંધ હતું. તેને બિંબિસાર કુમારના રાજ્યત્યાગની હકીકત અને વર રાજપુત્રના દેશવટાની સંપૂર્ણ માહિતી હતી તેથી મહારાજા પ્રસેનજીતે દેશપર્યટનમાં રાજ્યકુમારની શોધનું મહાન કાર્ય પણ તેને સુપ્રત કરેલું હતું.
દેવકીનંદ સાર્થવાહના મુખથી કુમાર બિંબિસારનું વૃતાન્ત સાંભળી મહારાણાશ્રીએ ઈદ્રદત્ત શેઠની હાજરીમાં કુમાર બિંબિસાર ઊર્ફે ગોપાળને તુરત જ આમંત્રણ મોકલ્યું. રાજ્યપુત્રને સુશોભિત એવાં વસ્ત્રાભૂષણે પહેરી કુમાર ગોપાળ સેનાધિપતિ સાથે રાજ્યમહેલે ગયે. રાજ્યખંડમાં પ્રવેશતાં જ દેવકીનંદ સાર્થવાહને જોતાં જ પિતાની પૂર્વ સ્થિતિનું સ્મરણ થતાં કુમારની ચક્ષુઓમાંથી અશ્રુધારાઓ વહેવા લાગી, છતાં હદયને કઠણ કરી અનુભવી રાજ્યપુરુષની જેમ ગોપાળકુમાર મહારાજાશ્રીને યોગ્ય નમસ્કાર કરી વિનયયુક્ત રીતે તેમની સન્મુખ ઊભો રહ્યો.
મહારાજાશ્રીએ ગેપાળકુમારનું બહુમાન કરી તેને નજદીકના આસન ઉપર બેસવા કહ્યું. સન્માનવિધિ પૂરી થતાં દેવકીનંદ સાર્થવાહ કુમારને સંબોધીને કહ્યું કેઃ “હે રાજ્યકુમાર ! હજી કેટલાં વર્ષ સુધી વૃદ્ધ પિતાશ્રીને અને મગધની રાજ્ય પ્રજાને ટળવળતા રાખવા છે? તમારા વનવાસથી મહારાજશ્રીના હૃદયમાં એટલે બધા તે આઘાત થયે છે કે તેમણે તમારી અપરમાતા તિલકા સાથે બેલવાને પણ વ્યવહાર બંધ કરી