SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રાટું પ્રતિ ચઢયું. દેવકીનંદ સાર્થવાહે રત્નજડિત સુવર્ણના બિજેરાનું નજરાણું મહારાજા સમક્ષ ધરી નગરપતિ પાસેથી તેજંતુરીની માગણી કરી. રાજસભામાં અનેક શાહ–સોદાગરે અને વેપારીઓ હતા છતાં કેઈએ હામ ભીડી નહી. બેન્નાતટ જેવા રાશી બંદરના વાવટાવાળા બંદર ઉપર સાર્થવાહન માગેલ માલ ન મળે તે જોઈ શાહ-સોદાગરને આશ્ચર્ય થયું. નગરપતિએ નગરમાં પડહ વગડાવી આદેશ કર્યો કે “નગરને કેઈપણ વેપારી શાહસેદાગરની માગણી પૂરી કરશે તેને રાજ્ય તરફથી સારું સન્માન આપવામાં આવશે.” ગોપાલ તેજસુરીની પરીક્ષા કરી શેઠને સુખી કરે છે– નગરપટલ આખા ગામમાં ફરી ઈન્દ્રદત્ત શેઠની દુકાન નજદીક આવી છે અને પડવાળાએ રાજ્યાશા સંભળાવી. શેઠની દુકાન ઉપર બેઠેલા ગપાળે દેવકીનંદ સાર્થવાહની તેજતુરીની માગણી બરાબર સમજી અને પડહ વગાડનાર પાસે જઈ પડહને જનસમુદાય સમક્ષ સ્વીકારી તેજતુરી પૂરી પાડવા માટેનું બીડું ઝડપ્યું. ઇંદ્રદત્ત શેઠના કાને ગોપાળના સાહસની વાત આવી અને તેની સુધબુદ્ધ ઊડી ગઈ. તે ઊંડા વિચારમાં ગરકાવ બની ગયે કે-“અરે ! રે ! આખરે સેનાની છરીએ પેટ કાપ્યું! આવી જાતની હાંસીથી રાજા મારાં બાળબચ્ચાંઓને બેહાલ કરશે, અને મારા કુળનું નીકંદન કાઢી નાખશે, તે જંતુરી કંઈ સામાન્ય ચીજ નથી કે જેથી દેવકીનંદ સાર્થવાહનું વહાણ ભરી શકાય.” આ પ્રમાણે ઇંદ્રદત શેઠ આકુળવ્યાકુળ બન્યા હતા તેવામાં ગેપાળનું કંઈક કારણસર શેઠ પાસે આવવું થયું. શેઠે હાંફળાફાંફળાં થઈ ગોપાળને કહ્યું કે “ગોપાળ! તેજતરીના અંગે રાજ્યપટહ સ્વીકારી હામ ભીડી એને અર્થ શો ? તેજતુરી રસ્તામાં પડી છે?” ગોપાળે કહ્યું: “શેઠ ! રસ્તામાં નહી, પણ ઘરમાં ભરી છે.” આ સાંભળી શેઠ વધુ જિજ્ઞાસાથી પૂછયું: “ગોપાળ શું તું ભાનમાં છે યા બેભાન? ઘરમાં હોય અને તેની માહિતી મને ન પડે અને તને પડે તેને અર્થ શું? ” બોલતાં બોલતાં શેઠની જીભના ચા વળવા લાગ્યા. ગેપાળે તેને શાન્તવન આપતાં કહ્યું કે: “શેઠ, તે જંતુરી આપણા ઘરમાં જ ભરપૂર અને ઠેકાણાસર પડી છે. ચાલો તમને તે હું બતાવું.” શેઠ ને ગોપાળ વખાર તરફ ચાલ્યા. વખાર દુકાનના પાછલા ભાગમાં આવી હતી, જેની ચારે તરફ ઉંચી દીવાલો વચ્ચે મોટા મોટા ભંડારો ઊતારેલા હતા. ક્યા ક્યા કરી આણું અને કઈ કઈ વસ્તુઓને કઈ રીતે વધુ પ્રકાશ, ભેજ અથવા હવા જોઈએ તે ઉપર સંપૂર્ણ વિચાર કરી ભંડારોની ગોઠવણ કરવામાં આવી હતી. આ સિવાય કેટલાક એરડા પરચુરણ ચીજો માટે હતા. કેટલાએક ઓરડાઓ ઘણા વર્ષોથી અવાવરુ પડ્યા હતા, જેને ઉઘાડવાની કે તપાસવાની શેઠને પણ ફુરસદ મળી ન હતી. ગોપાળે સેવકને એ ઓરડા ઊઘાડવાનું કહ્યું ત્યારે શેઠે કહ્યું કે: પાળ! એ તે ધળ અને માટીથી ભરેલા અને અવાવરુ છે. “એમાં જ જે જોઈએ તે છે.” એટલું
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy