________________
૪૨
સમ્રાટું સંપ્રતિ નાઓ રચવામાં આવી, જેમાં ઈરાદાપૂર્વક મહારાજાશ્રીએ અતિ ખિન્ન હૃદયે પાટવીકુમાર બિંબિસારનું અપમાન એવા કડક શબ્દોમાં કર્યું કે જેના અંગે રાજ્યકુમારે તક્ષણે રાજ્યમહેલ અને રાજ્યગાદીને બદલે વનવાસ સ્વીકારી લીધું અને પોતે તે જ ઘડીએ અશ્વારૂઢ થઈ, નદીતટે જઈ ત્યાંથી ઉપડતા એક જહાજમાં એક મુસાફર તરીકે પિતાનું ગોપાળકુમાર નામ રાખી, બાહુબળથી ભાગ્ય પરીક્ષાથે સાધારણ માનવીની માફક લગભગ સત્તર વર્ષની યુવાવસ્થાએ નીકળી પડ્યો.
જોતજોતામાં પાટવીકુંવર બિંબિસારના વનવાસની ખબર વિજળીવેગે મગધમાં ફેલાઈ ગઈ. વયેવૃદ્ધ રાજવીને જગતે ઠપકો આપે, પરંતુ વિધિના લેખ જ્યાં નિર્માણ થયા હોય તેને કેણ મિથ્યા કરી શકે? મહારાજાશ્રીને ભયંકર પશ્ચાત્તાપ થયો. બિંબિસાર કુમારની શોધ ચારે દિશાએ થઈ, પરંતુ બિંબિસાર કુમારે સ્થળને બદલે જળમાર્ગને પ્રવાસ શરૂ કરેલ હોવાથી તેને પત્તો મળી શકે નહી. બિંબિસાર એક સાધારણ મુસાફર તરીકે બેન્નાતટ નગરે–
અમે પણ બિંબિસારને ગપાળના ઉપનામથી સંબંધી તેને લગતે ઈતિહાસ તે જ નામે રજૂ કરીશું.
જે વહાણમાં ગોપાળ બેઠો હતો તેમાં ગણ્યાગાંઠયાં જ માણસો હતાં. ગંગાપ્રવાહમાં થોડા દિવસ સુધીની મુસાફરી પછી તે વહાણ ભરસમુદ્રમાં આવ્યું. પછી એકંદરે લગભગ વીસેક દિવસની મુસાફરી પછી તે વહાણ બેન્નાતટ નગરે જઈ પહોંચ્યું. આ નગરનું બીજું નામ ધનકટક પણ હતું. આ બેન્નાતટ નગર સોળ મહારાજ્યમાં ગણાતા સિંધવિર પ્રાન્તની રાજ્યધાનીનું નગર હતું. એટલે મગધથી નિકળેલ ગેપાળ સિંધ પ્રાન્તના બેન્નાતટ બંદરે ઊતર્યો. આ સમયે જેવી રીતે અત્યારે હિંદુસ્તાનમાં મુંબઈ અને બ્રિટનમાં લંડન વેપારી બંદર તરીકે ગણાય છે તેવી જ રીતે આ બેન્નાતટ નગર તે સમયે જાહોજલાલીથી ભરપૂર, સમૃદ્ધિવાન અને વાણિજ્યમાં અગત્યતાભર્યું સ્થાન જોગવતું હતું.
સિંધ પ્રાન્તમાં પ્રવેશ કરતાં આ વહાણને જળઘેડાના ભયંકર ઉપદ્રવમાં સપડાવું પડયું હતું. આ સમયે વહાણુમાં બેઠેલ સર્વે મુસાફરોને આ ગેપાળકુમારે વીરતાપૂર્વક જળઘોડાને પિતાના ભાલાથી નાશ કરી બચાવ કર્યો હતે. પરિણામે તે વહાણમાં બેઠેલ, ઉપકારવશ બનેલ એક શ્રીમંત શેઠને તેના ઉપર સનેહ બંધાયો હતો. બેન્નાતટ બંદર ઉપર રોજ અનેક વહાણે લંગર નાખતાં, ઠલવાતાં, ભરાતાં અને પાછાં સફરે ઉપડી જતાં. ઘણાં વહાણે લાંબી સફરે અરબસ્તાન, ઍડન, ઈજીપ્ત, ગ્રીસ અને રોમ સુધીના પ્રદેશ તરફના હોવાથી તેઓને લાંબી મુસાફરીથી આવતાં અથવા જતાં આ બંદરે ખરાક, પાણી અને વિશ્રાન્તિ અર્થે તેમજ કેટલાએક દેશ-પરદેશના મુસાફરોને આ પ્રદેશ નિહાળવાના અથવા તે અનેક જાતની મહત્વભરી જિજ્ઞાસાની તૃપ્તિના અર્થે અહિં લાંગરવાનું બનતું.