________________
ખંડ ૨ જો
પ્રકરણ ૧ લું.
મગધ સામ્રાજ્ય : શિશુનાગ વંશ.
૧. મહારાજા શ્રેણિક-( બિંબિસાર) ૨. અજાતશત્રુ-(કુણિક )
૩. ઉદયાશ્વ. કાશી પ્રદેશ પર શિશુનાગ વંશની સ્થાપના
કાશી દેશના પ્રાચીન ઈતિહાસ તરફ દષ્ટિપાત કરતાં જણાય છે કે ઈ. સ. પૂર્વે આઠમી સદીમાં ઈવાકુવંશી રાજા અશ્વસેનનું ત્યાં રાજ્ય હતું, જેઓ જેનધર્મના ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથના પિતા થતા હતા. આ પાશ્વકુમારે પિતાના પિતાની હયાતીમાં અને તેમના જ રાજ્યકાળે સંસારત્યાગ કરી ૩૦ વર્ષની વયે દીક્ષા લીધી હતી, અને ૭૦ વર્ષ સુધી સાધુજીવન ગાળી ૧૦૦ વર્ષની વયે નિર્વાણપદની પ્રાપ્તિ પ્રભુ મહાવીર નિવણનાં ૨૫૦ વર્ષ પૂર્વે કરી હતી. પ્રભુ શ્રી પાર્શ્વનાથને જન્મ ઈ. સ. પૂર્વે ૮૭૭ માં થયેલ હતું અને તેમની દીક્ષા ઈ. સ. પૂર્વે ૮૪૭ માં થઈ ત્યારે તેમના પિતા અશ્વસેન કાશીની રાજ્યગાદી ઉપર હતા, જેઓનું મૃત્યુ પાર્શ્વનાથના દીક્ષા લીધા પછી થયું હતું.
શિશુનાગ વંશની સ્થાપના કાશીપ્રદેશ ઉપર કઈ રીતે થઈ તેના ઈતિહાસમાં ઊંડા ઊતરતાં નીચે પ્રમાણે હકીકત પ્રાપ્ત થાય છે.