________________
આગમ રહસ્ય
આગમસૂત્રોનાં મૂળ અંગોની રચના કઈ રીતે થઈ?
પ્રભુ શ્રીમહાવીરસ્વામીનું પ્રથમ સમવસરણ જુવાલિકા નદીના તટ ઉપર તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયા બાદ રચાયું હતું.
ત્યારબાદ બીજું સમવસરણ “અપ્પાપા” પુરીમાં આવેલ મહાસેન વનમાં રચાયું. ત્યાં પ્રભુએ દેશના આપવા માંડી એવામાં ઈન્દ્રભૂતિ (ગૌતમ) ત્યાં આવ્યા. તેમણે પિતાની શંકાનું સમાધાન થતાં પ્રભુ પાસે દીક્ષા લીધી. ત્યારપછી અગ્નિભૂતિ વિગેરે દશ બ્રાહ્મણ પંડિતે આવ્યા ને તેમણે પણ પ્રભુ પાસે દીક્ષા લીધી. આ પ્રમાણે અગિયારે પંડિત દીક્ષિત થતાં તેમને ગણધર પદ આપવામાં આવ્યું અને તેઓ ગણધર થયાં.
ત્યારબાદ પ્રભુએ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. (સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા). આ પ્રમાણે તીર્થની સ્થાપના થયા પછી પ્રભુ મહાવીરે અગિયાર ગણધરોને સમગ્ર સિદ્ધાંતની ચાવી બતાવી, એટલે પ્રત્યેક ગણુધરે મુહૂર્તમાત્રમાં દ્વાદશાંગી રચી કાઢી. આ પ્રમાણે એકંદરે અગિયાર દ્વાદશાંગી રચાઈ. પછી પ્રભુ મહાવીરને એક નિષદ્યારૂપ પ્રશ્ન પૂછતાં તેમણે અગિયાર અંગેનો અર્થ કહ્યો, અને ચેદ નિષવારૂપ વૈદ ને પૂછાતાં ચિદ પૂર્વેને અર્થ કો, જેના આધારે અક્ષર, પદ અને વ્યંજનયુક્ત સૂત્ર રચાયાં.
શ્રી ગણધર મહારાજાએ દીક્ષા લીધા પછી ત્રિલેકનાથને પ્રદક્ષિણા કરી, ખમાસમણ દઈ “જિં ?” પૂછયું, જેનો જવાબ ત્રિલોકનાથે કોઇ ના આપે. પછી બીજી પ્રદક્ષિણા કરી પાદપતિત થઈ બીજી વખત “તિરં? એમ પૂછયું ત્યારે જવાબમાં પ્રભુએ વિમેદ વા કહ્યું. ત્રીજી વખત પ્રદક્ષિણા કરી પાદપતિત થઈ “ તરં?” એમ પૂછયું ત્યારે છું થા એવો જવાબ આપે. આ રીતે પૂછાએલા ત્રણ પ્રકો ને ઉત્તર પ્રભુ મહાવીરની ત્રિપદીની પ્રશ્નોત્તરી નિષદ્યા તરીકે જેના ગ્રંથમાં પ્રસિદ્ધિને પામ્યા. આ ત્રિપદીના આધારે દ્વાદશાંગીની રચના કરી. શ્રી ગણધર મહારાજેને ગણધર નામકર્મના ઉદય સાથે ઉત્કૃષ્ટ મતિ અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ આ નિષદ્યાના આધારે થઈ, જેને પરિણામે શ્રી ગણધર મહારાજાઓ શ્રુતજ્ઞાની કેવળી તરીકે સૂત્રની રચના કરી.
પ્રભુ મહાવીરને પિતાને નિર્વાણકાળ નજદીક જણાતાં તેમણે પિતાના અગિયાર ગણધરે પૈકી શ્રી સુધર્માસ્વામીને દીર્ધાયુષી જાણી તેમને સાધુગણના મુખી બનાવ્યા અને યુગપ્રધાનપદ અર્પણ કર્યું. એટલે શ્રી સુધર્માસ્વામી સિવાયના બાકીના તમામ ગણધરોએ પિતપોતાને સાધુ-સમુદાય શ્રી સુધર્માસ્વામીની સુપ્રત કર્યો. જેથી અન્ય ગણધરને વંશ ન ચાલતાં શ્રી સુધર્માસ્વામીની જ વંશ-પાટપરંપરા ચાલી અને એમની શિષ્ય પરંપરા ઉદ્દભવી. શ્રી આવશ્યકસૂત્રની ચૂણી અનુસાર પ્રભુ મહાવીરના જીવનકાળ દરમિયાનમાં