________________
થાણાના ઐતિહાસિક મદિરના સક્ષિપ્ત પરિચય
૪૫૭
દાનશાળાઓ બાંધી હતી, પરંતુ કાળચક્રની ગતિના આધારે પ્રાચીન તીર્થં લક્ષ્મણીના જેવા જ થાણાના પ્રાચીન તીર્થના હાલ થયા. આટલું છતાં ઐતિહાસિક ક્ષેત્ર પુરાતત્ત્વ વસ્તુઓ રજૂ કરતુ વિદ્યમાન છે.
આ સ્થળે સિદ્ધાચલ તલાવ નજદિક લગભગ છ માઇલના ઘેરાવામાં પુરાતત્ત્વ અવશેષા મળી આવે છે તેા જ્ઞાની મુનિમહારાજો તેમજ તી-સશાષકે જો આ દિશાએ પ્રયાસે કરે તેા મહારાજા સ’પ્રતિકાલિન તેમજ તપૂના ઘણા પ્રાચીનકાલિન પ્રાચીન પ્રતિમા તેમજ અવશેષ વિગેરેના સ ંશાધનમાં ફળિભૂત થાય તેમ છે.
X
**
X
શ્રી થાણા જૈનસંઘના તીર્થાટ્ટારને અગે અપૂર્વ પ્રયાસઃ—
આ ઉપરથી સુજ્ઞ વાચક, શ્રી થાણાનગરની પ્રાચીનતા તેમ જ અતિહાસિક ગૈારવતા સારી રીતે સમજી શકાશે. જૈન જગતમાં પ્રાચીનમાં પ્રાચીન ઐતિહાસિક ગારવતા સાચવનાર જે કેટલાક ઐતિહાસિક નગરી અને તીર્થક્ષેત્રા છે તેમાં શ્રી થાણાનું તીર્થ ક્ષેત્ર પણુ એક છે. આ પ્રાચીન તીર્થ ક્ષેત્ર વત્તમાનકાળે પણ પાતાની પ્રાચીન ગૈારવતા સાચવી રહ્યું છે. શ્રીપાલ મહારાજના રાસ સાથે સંબંધ ધરાવનાર થાણામાં એક પ્રાચીન તળાવ છે કે જે સિદ્ધાચળ તળાવ'ના નામથી ઓળખાય છે. તેવી જ રીતે અમારા સાંભળવામાં આવ્યા મુજબ થાણા નજદિકના એક ગામના એક ખેતરમાંથી એક ખેડૂતને ખેાદકામ કરતાં પ્રાચીન જૈનધાર્મિક અવશેષાવાળી વસ્તુઓ પ્રાપ્ત થઇ હતી. પરંતુ દુર્ભાગ્યે આ અ ંધશ્રદ્ધાળુ ખેડૂતે તે વસ્તુઓ જ્યાંથી નીકળી હતી ત્યાં જ દાટી દીધી; કારણ કે તેની એવી માન્યતા હતી જૂના દેવ ભૂમાં જ રહે ” તેમાં જ આબાદી છે.
“
તેવી જ રીતે નાલાસેાપારા કે જે કાંકણની સરહદમાં ગણાય છે ત્યાંથી જમીનમાં ખાદ્યકામ કરતાં ધાર્મિક અવશેષાવાળી પુરાતત્ત્વ વસ્તુઓ આ જ વરસમાં પ્રાપ્ત થઇ છે કે જે વસ્તુઓ અત્યંત પુરાણી અને શ્રીપાલ મહારાજના ઇતિહાસને પુષ્ટિ આપનારી છે. આ નીકળેલ વસ્તુઓ મુંબઇના મ્યુઝિયમમાં મોજુદ છે. આને અંગે ‘મુંબઇ સમાચાર ' આદિ પત્રામાં ઘણું લખાણ આવી ગયુ છે.
તેવીજ રીતે પુરાતત્ત્વશાધક શ્રી ભાઇશ્રી નાથાલાલ છગનલાલ પાસે નાલાસેાપારાના ભૂવિભાગમાંથી નીકળેલ પ્રાચીન સિદ્ધચક્ર આદિ વસ્તુઓના સંગ્રહ છે કે જેના આધારે તેઓ શ્રી શ્રીપાલ મહારાજને લગતી કાંકણુ પ્રદેશની ઘટનાઓને સાષિત કરી આપી શકે તેમ છે, તેા મારી તેઓને અરજ છે કે તે પાતા પાસે સંગ્રહિત સામગ્રી જલદી પ્રકાશમાં મૂકી કૃતાર્થ થાય.
૫૮