________________
સાલવારીમાં શું બન્યું ?
૪૪૭ બુઢિવિજયજી મુનિ તરીકે હતા. પંન્યાસપદ કે ગણિપદ સ્વીકારેલ નહીં. તેમનું બીજું નામ બુકેરાયજી મહારાજ હતું જેઓ પંન્યાસ કરવિજયજીની દશમી પાટે થયા તેઓ પંજાબના રહેવાસી હતા. તેઓએ ઢંઢક પંથને ત્યાગ કરી અમદાવાદમાં પચાસ મણિવિજયજી (દાદા) મહારાજ પાસે દીક્ષા લીધી. તેમના શિષ્ય પૈકી ન્યાયાંનિધિ વિજયાનંદસૂરીશ્વરજી અપનામ આત્મારામજી મહારાજ સમર્થ હતા. તેઓએ પણ ટુંક મતનો ત્યાગ કરી ગુજરાત(અમદાવાદ)માં આવી મુનિ બુદ્ધિવિજયજી મહારાજ પાસે મૂર્તિપૂજક સંવેગી સાધુ તરીકે દીક્ષા લીધી.
ગુજરાત, મારવાડ અને પંજાબ આદિ પ્રદેશમાં તીર્થફરસના કરતા શ્રી આત્મારામજી મહારાજે હજારોની સંખ્યામાં મૂર્તિપૂજક જેને બનાવ્યા. શ્રી વિજ્યાનંદસૂરીશ્વરજીની પાટ ઉપર વર્તમાને પણ સમર્થ ક્રિયાપ્રેમી આચાર્યો ધાર્મિક પ્રભાવના કરી રહ્યા છે.