SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રા સંપ્રતિ ઉપર પ્રમાણે જણાવેલ આગમ સૂત્રનાં ૧૧ અંગના લેકની સંખ્યા ૩૫૬૫૯, ટીકા àકની સંખ્યા ૭૩૫૪૪, ચણી કસંખ્યા ૨૨૭૦૦, નિર્યુક્તિ કસંખ્યા ૭૦૦ મળી કુલ પ્લેકસંખ્યા ૧૩ર૬૦૩ છે. આ ૧૧ સૂત્રોમાંથી આચારાંગ અને સૂયગડાંગ સૂત્રની ટીકા શ્રી શીલાંગાચાર્યની બનાવેલી છે, બાકીનાં ૯ અંગની ટીકા શ્રી અભયદેવસૂરિજીએ બનાવેલી છે જેથી શ્રી અભયદેવસૂરિજી નવાંગી વૃત્તિકાર તરીકે જૈન સમાજમાં પ્રસિદ્ધિ પામ્યા છે. [ ] બાર ઉપાંગ સૂઝે. ૧. ઉવવાઈસૂત્ર–ઉત્તર ખંડમાં વાનીય નગરમાં નગરની બહાર ઈશાન ખૂણામાં એક દ્વિપલાસ નામે ચેત્ય હતું. તે વખતે વાનીય ગામને રાજા જીતશત્રુ હતા. તે સમયે તે ગામમાં આનંદ નામને ગૃહસ્થ વસતે હતો જે સમૃદ્ધ અને સર્વશ્રેષ્ઠ હતો. ઈ. સ. પૂર્વે પ૫૦ ના ગાળામાં પ્રભુ મહાવીર તે ગામે પધાર્યા એટલે લેકસમૂહ સાથે રાજા કેણિક પ્રભુને ઉપદેશ સાંભળવા આવ્યે તથા તેમની સાથે દર્શનાર્થે આવેલા રાજા છતશત્રુ પણ ઉપદેશ સાંભળવા આવ્યા હતા અને તે રાજા પ્રભુની સેવામાં રહ્યો હતે તે વિગેરેનું આ સૂત્રમાં વર્ણન છે. ઈતિહાસકારોની નોંધ ડૉકટર હર્નલ અને ડૉકટર બારનેટ જીતશત્રુ રાજાને પ્રભુ મહાવીરના મામા ચેટક અથવા ચેડક તરીખે ઓળખાવે છે. જીતશત્રુનું વાનીય એ વૈશાલી નગરીનું બીજું નામ હોય અથવા તો તેને કેઈ વિભાગ હોય એમ સમજાય છે. આ પ્રમાણેની નેંધ ઉપરના વિદ્વાન ઈતિહાસકારની છે. 3કટર હર્નલના શબ્દોમાં કહીએ તે સૂર્ય પક્ષગતિમાં જીતશત્રુને વિદેહની રાજધાની મિથુલાના રાજ્યકર્તા તરીકે જણાવ્યા છે.અહીં બીજા ગ્રંથકારે જીતશત્રુને વા ગામ અથવા વૈશાલીનાં રાજકર્તા તરીકે જણાવે છે. વળી રાજા કેણિક સાથે જીતશત્રુની તુલના ઇતિહાસકારોએ કરી છે તે જીતશત્રુ બીજો કોઈ નહીં પણ મગધના રાજા બિંબિસારને (શ્રેણિક) પુત્ર અનુગામી અજાતશત્રુ છે. (કેણિક મહારાજા તેના પિતા શ્રેણિક મહારાજાની જેમ મહાન જેન હતા. આને અંગે પ્રોફેસર બારને પિતાના સંશોધનમાં સુંદર વર્ણન કર્યું છે). પિતા-પુત્ર વચ્ચેનો ધામિક તુલનાબદ્ધ સંબંધ પૂરેપૂરે બંધબેસ્ત આવે છે. આ પરિસ્થિતિમાં રાજા કેણિક જીવનના અંતિમકાળ સુધી જેન ધર્મ પ્રત્યે ખાસ સહાનુભૂતિ દર્શાવનાર અને પ્રભુ મહાવીરનાં સંસર્ગમાં અનેક વખત આવે છે જેના સંબંધમાં Aupapatika Sutra માં નીચે પ્રમાણે નેંધ છે.
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy