________________
૨૬
સામ્ સંપ્રતિ ગભીલોના ૧૦૦ વર્ષને ઉજજેનની ગાદી ઉપરના અમલ બાદ બલમિત્ર અને ભાનુમિત્રે ૧૨ વર્ષ રાજ્ય કર્યું હતું. ત્યારબાદ નભસેને ૪૦ વર્ષ સુધી રાજય કર્યું હતું. તે નભસેન બલમિત્રને વંશજ કે પુત્ર હતો કે કેમ? તેની ચોક્કસ માહિતી મળી શકતી નથી છતાં તે તેને નજદિકને કુટુંબી હતે એ સિદ્ધ થાય છે.
આ પ્રમાણે ગર્દભીના ૧૦૦ વર્ષમાં ઉપરોક્ત બંને રાજાઓના બાર અને ચાળીશ (૧ર૪૪૦) વર્ષ ગભીલી વંશમાં જ ગણી લેતાં ગઈ ભીના ૧૫ર વર્ષ જણાવવામાં આવ્યા છે.
ગઈ ભીલના રાજ્યામલના ૧૦૦ વર્ષના બદલે ૧૫ર વર્ષ દર્શાવવા લેખકે એ ઉપર પ્રમાણે પ્રયાસ કરી શુદ્ધ કાળગણનાને વિકૃત સ્વરૂપ આપ્યું, જેના પરિણામે મૌર્ય વંશના મહત્વતાભર્યા ઈતિહાસ અને ઐતિહાસિક પ્રભાવી ને પ્રતાપી વિભૂતિઓના અસ્તિત્વ સંબંધમાં શંકાઓ ઉદ્દભવવા પામી. પરિણામે જગત સમક્ષ મતભેદક કાળગણનાને અંગે પ્રમાણભૂત જેન ઈતિહાસ અસંગત દેખાવા લાગ્યા.
વીરનિર્વાણ સંવત ઔર જેન કાળગણના'ના લેખક સાહિત્યરત્ન શ્રી કલ્યાણુવિજયજી જેવા સમર્થ સંશોધક મુનિરાજે આ સંબંધમાં પ્રાચીન ગ્રંથોના આધારે જે પ્રમાણિક સંશોધન ન કર્યું હેત તે આજે આ ભૂલની પરંપરા ચાલુ જ રહેત. જગતભરના ઈતિહાસવેત્તાઓ માટે ઈતિહાસનું સંશોધન મધ્યાહે પહોંચ્યું છે ત્યારે જેને ઈતિહાસકારો માટે અરુદય પણ ન જ દેખાય, તેનું કારણ માત્ર પ્રાચીન ગ્રંથનું અપૂર્ણ સંશોધન છે. વળી જૈન સમાજના દુર્ભાગ્યે પ્રાચીન જૈન ગ્રંથભંડારો જેઓના હાથમાં છે તેઓ જાતે તેને પૂરતે લાભ લઈ શકતા નથી તેમજ લાભ લેનાર ઉત્સુક વ્યક્તિને તેનાં દર્શનને પણ લાભ આપતા નથી તે તેમાં રહેલ પ્રાચીન હસ્તલિખિત પ્રતો તે નજરે જોવા પણ કયાંથી જ મળે? આ બાબતને કડવો અનુભવ અમોને આ ગ્રંથની રચના વખતે થયે છે. મહારાજા વિક્રમના ૧૩ વર્ષના મતભેદનું રહસ્ય
સુજ્ઞ વાચક, આ ચાલુ ખંડના બે પ્રકરણમાં ઐતિહાસિક ક્ષેત્રમાં થએલી ભૂલનું પરિણામ કેવું મતભેદક આવ્યું છે તે આપણે જોઈ ગયા છીએ. હવે મહારાજા વિક્રમના અંગે ૧૩ વર્ષની કાળગણનામાં કઈ રીતે મતભેદ પડ્યો તેને ખુલાસો પણ અમે નીચે મુજબ રજૂ કરવો ઉચિત માનીએ છીએ.
માથરીસૂત્ર વાચના”ની ગણના તેમજ “વલ્લભીસૂત્ર વાચના”ની ગણના મર્ય વંશના ૧૬૦ વર્ષના હિસાબે ગણવાથી અથવા તો ૧૦૮ વર્ષના હિસાબે પણ લેવાથી વીરનિર્વાણ સંવત અને શક સંવતના આંતરામાં ફેરફાર આવતું નથી, અને ૬૦૫ વર્ષનું આંતરું બરાબર મળતું આવે છે.
આ ઉપરથી એ નિશ્ચત થાય છે કે જ્યારે શક સંવત્સરની પ્રવૃત્તિ થઈ ત્યારે જેમાં