________________
૪૦૨
સમ્રાટ્ સ‘પ્રતિ
પ્રતિનિધિ તરીકે વિદ્વાન ડૉ. બ્રાઉનને શિવપુરી આશ્રમે શ્રી વિદ્યાવિજયજી મહારાજ પાસે માકલ્યા. શિવપુરી આશ્રમના સ્થાપક મુનિ મહારાજ શ્રી વિદ્યાવિજયજી, સહાયક મુનિરાજ શ્રી જયંતવિજયજી તથા વીરતત્ત્વ પ્રકાશક મંડળના સુપરિન્ટેન્ડન્ટ મિ. સત્યનારાયણ પડચાએ ડૉકટર બ્રાઉનને શ્રી કાલકાચાર્યના અંગે શિવપુરીના વિજયલક્ષ્મી જ્ઞાનભંડારમાં રહેલ સંખ્યાબંધ પ્રાચીન પ્રતા એકઠી કરી બતાવી અને જ્ઞાનભડારમાંથી સ ંશાધનનુ સુંદર રીતે દાઠુન કર્યાં ખાદ તેઓએ શ્રી કાલકાચાર્યના અંગે એક ઐતિહાસિક લેખ જગત સમક્ષ રજૂ કર્યો કે જે લેખ ‘જૈન ’પત્રના સવત ૧૯૮૬ના રોગ્ય મહોત્સવ અંકમાં પાનાં ૨૧૦ થી ૨૧૫ સુધીમાં રજૂ થએલ છે. અને તેના લેખક સાહિત્યરસિક મુનિશ્રી વિદ્યાવિજયજી મહારાજ છે.
આ જાતના સ ંશાધનથી સતાષ માની ડૉ. બ્રાઉન અમેરિકા ગયા અને ત્યાંના અગ્રગણ્ય પેપરામાં તેમણે ઉપરાકત લેખ અંગ્રેજી ભાષામાં પ્રગટ કરાવ્યે, જે લેખ પ્રાચીન જૈન ઇતિહાસ ઉપર સારી રીતના પ્રકાશ પાડનારા નીવડ્યો. બાદ તે જર્મન પેપરામાં પણ પ્રગટ થયા. ઉપરાકત લેખમાં માળવાની રાજ્યગાદી ઉપર વીનિર્વાણુ ૪૭૦ માં મહારાજા વિક્રમે કઇ રીતે સંવત્સર ચાલુ કર્યો તેના પ્રમાણભૂત પુરાવાઓ હતા. આને લગતા સારાંશ કાળગણનાને અ ંગે અમારા ગ્રંથને મજબૂત બનાવવા અમેા સંક્ષિપ્તમાં રજૂ કરીએ છીએ.
“ આ પ્રભાવશાળી કાલકાચાર્યનું નામ ઇતિહાસમાં સુપ્રસિદ્ધ છે. તેમની કથાને તેમ જ બનેલ ઘટનાઓને એવી રીતે તા સેળસેળ કરવામાં આવી છે કે ગ્રંથામાં વર્ણ વેલ કાલકાચા કેટલા અને કયારે થયા ? તેમાં કણે કણે કયું કયું કામ કર્યું અને કયા કયા રાજાના કાળમાં થયા ? એના નિર્ણય કરવા ઇતિહાસકારા માટે દુર્લભ થઇ પડયા.
""
આ ચારે અલગ અલગ આચાર્ચોમાંથી આપણા સંબંધ ગઈ ભીલના કાળ સાથે સંબંધ ધરાવતા કાલકાચાર્ય સાથે હાવાથી તેમના વિષેની માહિતી સંકલિત રીતે રજૂ કરીએ છીએ. શ્રી કાલકાચાય ના ઐતિહાસિક પરિચય
વીનિર્વાણુ ૪૫૩ના ગાળામાં ઐતિહાસિક કાર્યોથી પેાતાની નામના અમર કરનાર આ આચાર્ય ના જન્મ મગધના ધારાવાસ નામે નગરમાં રાજ્યકુળમાં થયા હતા. તેમના પિતા વૃજસિંહ ધારાવાસના રાજા હતા. તેની માતાનું નામ સુરસુંદરી હતુ. સુરસુંદરીને અનુક્રમે એ સંતાનેા થયાં. જેમાં એકનું નામ કાલકકુમાર અને ખીજાતુ (પુત્રીનું) નામ સરસ્વતી હતું. કાલકકુમાર સર્વ લક્ષણૢાથી ભરપૂર, રૂપવાન અને જનવલ્લભ હતા.
આઠ વર્ષની ઉમરે કાલકકુમારને કલાચા પાસે શીખવા મૂકયા. ખાસ કરીને અશ્વપરીક્ષા અને માણુવિદ્યામાં આ કુમારે સારી નિપુણતા મેળવી. એક વખત વ્રજસેન રાજાને ખેારાસન દેશથી ઘણાં ઘેાડાંએ લેટમાં આવ્યાં એટલે તેની પરીક્ષાનું કામ રાજાએ કાલકકુમારને સાંપ્યું.