________________
૪૦૦
સમ્રામ્ સંપ્રતિ. બાદ મગધ સામ્રાજ્યનું મધ્યસ્થ રાજધાનીનું નગર ઉજજૈન કે જે માલવ દેશનું મુખ્ય નગર ગણાતું હતું તેના ઉપર દર્પણ નામે પરદેશી રાજાએ પિતાની સત્તા જમાવી.*
ગઈભલ્લનું પાપી કૃત્ય—
આ દર્પણ રાજા અને તેના યુવરાજ ગઈ ભીલે વીરનિર્વાણ ૪૦૫ થી વીરનિર્વાણ ૪૫૩ સુધી અવન્તીની રાજ્યગાદી ઉપર રાજ્ય કર્યું. દર્પણ નૃપતિને ગર્દભ નામે એક રાજપુત્ર હતો. આ યુવરાજનું નામ ગર્દભ પડવાનું કારણ એ હતું કે તેણે “ગઈભી” નામે દેવીની સાધના કરી હતી કે જે દેવી શત્રુનો નાશ કરવાની શક્તિ ધરાવતી હતી. આ દેવીની સાધનામાં ફલિભૂત થયા પછી આ યુવરાજનું નામ “ગદંભીલ” તરીકે પ્રસિદ્ધિને પામ્યું. '
આ યુવરાજને સમવયસ્ક અડેલિયા નામે એક બહેન હતી કે જે અતિશય સુંદર અને રૂપસંપન્ન હતી. પોતાની જ બહેનના સંદર્ય ઉપર મોહિત થઈ જગતના નીતિ અને વ્યવહારશાસ્ત્રનું ભાન ભૂલી ગભીલ પિતાની જ બહેનનો ઉપભેગી બન્ય. યુવરાજની આ પાપઘટના જગવિખ્યાત બની. પરિણામે યુવરાજ ગર્દભીલ સમસ્ત માળવામાં ધિક્કારને પાત્ર થશે. રાજ્યના સુજ્ઞ મંત્રીએ યુવરાજને ઘણું જ ઠપકો આપે અને રાજ્યપુત્રી અડોલિયાને રાજ્યમહેલના સાતમા ભુવન ઉપર કડક બંદોબસ્ત સહિત મૂકી, છતાં આનું કાંઈ શુભ પરિણામ આવ્યું નહિ. આ ઉદ્ધત અને વિષયાંધ યુવરાજ સાતમી ભૂમિએ પહોંચી પાપક્રીડામાં મસ્ત રહેવા લાગ્યો.
યુગપ્રધાન પટ્ટાવલીની કાળગણના અને સંવત્સરની શરૂઆત–
વીરનિર્વાણ ૩૭૬ માં યુગપ્રધાન પટ્ટાવળીના નિગેદવ્યાખ્યાતા શ્રી કાલકાચાર્યને દેવલોકવાસ થવાથી શ્રી શાંડિલ્ય નામે આચાર્યને યુગપ્રધાનપદની પ્રાપ્તિ થઈ હતી. બાદ ૩૮ વર્ષ સુધી તેમણે યુગપ્રધાનપદ ભગવતાં યુગપ્રધાન પટ્ટાવલીના અંગે વીરનિર્વાણુને આંક ૪૧૪ પહોંચ્યું હતું.
ત્યારબાદ શ્રી રેવતી મિત્રને યુગપ્રધાનપદ મળ્યું હતું. એમણે ૩૬ વર્ષ યુગપ્રધાન પદ ભગવ્યું અને વીરનિર્વાણને આંક ૪૫૦ સુધી પહોંચ્યો.
* અહીંની રાજ્યગાદી દર્પણ રાજાના હાથમાં કેવી રીતે ગઈ તેને લગતો ઈતિહાસ લંબાણભર્યો હોવાથી અમો આ ગ્રંથના બીજા ભાગમાં તે જણાવીશું. આને લગતું પ્રમાણભૂત સંશોધન ચાલુ છે. અત્યારે અમારી નજર સામે જે સંશોધન દેખાય છે તે અમને શંકાસ્પદ સમજાતું હોવાથી અહીં રજૂ કરેલ નથી.
–લેખક,