________________
૭૯૪
સમ્રાટ સંમતિ
ઉપરોક્ત ગુફાના લેખની બરાબર રક્ષા ન થવાથી તેની છેલ્લી લીટીના થોડાક શબ્દો તૂટેલા છે છતાં તે નીચે પ્રમાણે વંચાય છે. “પ્રખ્યાત ઉદ્યતૂ-કેસરીના વિજયી રાજ્યના પાંચમા વર્ષમાં પ્રખ્યાત કુમારપર્વત પર જીર્ણ તળાવ તથા મંદિરનો પુનરુદ્ધાર થયે હતા અને ત્યાં જ વીસ તીર્થંકરની પ્રતિમાઓ બેસાડી હતી. પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરતી વખતે જ સનન્દિ ”
ઉપરોક્ત લેખમાં ઉદ્યો-કેસરીને ઉલ્લેખ જોવામાં આવે છે છતાં એતિહાસિક શોધખેાળના આધારે ઉદ્ય-કેસરીને લગતી પૂરેપૂરી માહીતિ મળી શકતી નથી, કારણ કે ઈ. સ. ૨૦૦ થી લગાવી ઈ. સ. ના સાતમા સૈકા સુધીને આંધ અને એરીસાનો ઈતિહાસ શોધખોળના અભાવે અંધારામાં રહ્યો છે, છતાં આધુનિક સંશોધન પરથી સમજાય છે કે આ ઉદ્યો-કેસરી જૈન સંપ્રદાયને માનનાર જૈનધમાં રાજા હતા. ઉદયગિરિની ગુફા–
ઉદયગિરિની ગુફા તરફ દષ્ટિપાત કરતાં જણાય છે કે કલાવિધાન અને શિલ્પની દષ્ટિએ આ ગુફા ઓરીસાની બધી ગુફાઓમાં અગત્યની છે. રાણીનર યા રાણીગુફા વિશેષ પ્રખ્યાત છે કે જેમાં મનુષ્યની વિવિધ ક્રિયાઓનાં દશ્ય તેના ભવ્ય કેવાળમાંહેના કોતરકામમાં સમાએલા છે. આમાં પણ કેવાળમાંના શિલ્પના ત્રણે નમૂનાઓ તથા નકશીકામ ખાસ આકર્ષક છે. જીલ્લા ગેઝેટીયરના રિપોર્ટ મુજબ આ નકશીકામનો ઘણે અંશે કઈક ધાર્મિક પ્રસંગે શહેરમાં પસાર થતી કેઈ સાધુપુરુષની સ્વારી જેવો દેખાવા લાગે છે. તેમાં લોકો પોતાનાં ઘરોમાંથી એમનાં દર્શન કરી રહ્યા છે. ઘોડાઓને દોરવામાં આવ્યા છે. હાથી પર સ્વારી કરવામાં આવી છે. રક્ષકે પહેરો ભરે છે. પ્રજાજનેમાં પુરુષો અને સ્ત્રીઓ જોડેલા હાથે સંતની પાછળ ચાલે છે અને સ્ત્રીઓ થાળમાં ફળ તથા આહારને અર્થ તરીકે ધરી આશીર્વાદ માગે છે.
ઉપરની પાંખનું ૬૦ ફુટ લાંબા દેખાવનું નેતરકામ ખાસ બેધદાયક છે. હિંદી ગુફાઓમાં આ ગુફાની માફક બીજી કોઈએ પણ શિલ્પશાસ્ત્રમાં આટલી ચર્ચા ઊભી કરી નથી. આ દેખાવને અનેક રીતે સમજાવવામાં આવે છે, જેની ટૂંકી આવૃત્તિ ગણેશગુફામાં થએલ છે. આમાં પાર્શ્વનાથ અન્ય તીર્થકર કરતાં વધુ માન્ય દેખાય છે. તેમનો સંબંધ હિંદની ભૂમિમાં પૂર્વે કલિંગ સાથે સંકલિત હતા એવું જે અનુમાન દેરીએ તે તે અસ્થાને નહિ ગણાય. કારણું હાથીવાળ દેખાવ પ્રભુ પાર્શ્વનાથનાં ભાવી પત્ની પ્રભાવતીને તેનાં સગાં તથા પાર્થરક્ષક સહિત રજૂ કરે છે. પછીને દેખાવ કલિંગના રાજાથી તેનું કરાતું હરણ બતાવે છે. ત્રીજો દેખાવ જંગલમાં શિકાર કરતા પાર્શ્વનાથ દ્વારા તેની થતી રક્ષા રજૂ કરે છે. ચોથે દેખાવ લગ્નોત્સવમાં જમણું આદિના ઉપભેગને દર્શાવે છે. પછી દેખાવ લગ્નક્રિયા બતાવે છે. નીચેની પાંખ પરનો દેખાવ તીર્થકર તરીકે પ્રભુ પાર્શ્વનાથ વિહાર અને તેમને મળતા વિવિધ માનને સૂચક છે.