________________
૩૮૮
સમ્રાટું સંપ્રતિ રાજ્ય અર્પણ કરી તે પરફેકવાસી થયે. શોભનરાયને કલિંગની રાજધાની કનકપુરમાં રાજ્યાભિષેક થયે. એ જૈન ધર્મને મહાન ઉપાસક હતા. તેણે કલિંગ દેશના તીર્થસ્વરૂપ કુમારપર્વતની યાત્રા કરી કે જ્યાં શ્રી ઋષભદેવની સુવર્ણપ્રતિભાવાળું જૈન મંદિર આવેલ હતું અને તે શ્રેષ્ઠ શ્રાવક બને.”
“શોભનરાયના વંશમાં પાંચમી પેઢીએ ચંદરાય નામે રાજા થશે. શેભરાયની આઠમી પેઢીએ ક્ષેમરાજ નામે રાજા થયે, જેનો ઉલ્લેખ ખારવેલના શિલાલેખની ૧૬મી પંક્તિમાં ખેમરાજના નામે મળી આવે છે. ત્યારબાદ તેનો પુત્ર વૃદ્ધરાજ કલિંગને રાજા થયે કે જે જૈન ધર્મને મહાન ઉપાસક હતે. એના અંગે હાથીગુફાવાળા શિલાલેખમાં ઉલેખ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેને પુત્ર ભીખુરાય નામે કલિંગપતિ રાજા થયે, જેનાં ત્રણ નામે પ્રસિદ્ધિને પામ્યાં છે.”
નિર્ગથ સાધુઓની ભક્તિ કરવાવાળો હોવાને લીધે તેનું નામ “ભીખુરાય” તરીકે પ્રસિદ્ધિ પામ્યું છે. પૂર્વ પરંપરાગત પ્રમાણે “મહામેઘ” નામના હાથી ઉપર તે નિયમિત બેસતો હોવાના કારણે તેનું બીજું નામ “મહામેઘવાન” હતું. તેની રાજધાની સમુદ્રકિનારે હોવાથી તેનું ત્રીજું નામ “ખારવેલાધિપતિ ” પડયું.”
ભીખુરાય (મહામેઘવાન, ખારવેલ) અતિશય પરાક્રમી હતું. તેની પાસે હસ્તી આદિની સેના સારા પ્રમાણમાં હોવાથી તે ચારે દિશાએ વિજયી બન્યું હતું. તેણે મગધ દેશના રાજા પુષ્યમિત્ર-બૃહસ્પતિમિત્રને હરાવી પિતાની રાજ્યાજ્ઞા મગધ ઉપર પણ ફેરવી. નંદ રાજા, ઝાષભદેવ ભગવાનની સુવર્ણ પ્રતિમા કલિંગથી ઉઠાવી લઈ ગયા હતા તે આ વીર રાજવી ખારવેલ પાટલિપુત્ર નગરથી પોતાની રાજ્યધાનીમાં પાછો લઈ આવ્યો અને કુમારગિરિ તીર્થ ઉપર શ્રેણિક મહારાજાએ બંધાવેલ જૈન મંદિરને પુનરુદ્ધાર કરાવી શ્રી આર્ય સુહસ્તિના શિષ્ય સુપ્રતિબદ્ધ નામના આચાર્યના હસ્તે એ સુવર્ણ પ્રતિમાને પ્રતિષ્ઠિત કરાવી ઉપરોક્ત મંદિરમાં સ્થાપિત કરી. આ હકીકતને લગતે ઉલેખ હાથીગુફાના શિલાલેખમાં મળી આવે છે.”
પૂર્વે બારવણી દુકાળના કારણે શ્રી આર્યમહાગિરિ અને શ્રી આર્યસુહસ્તિના અનેક શિખ્યા શુદ્ધ આહાર ન મળવાના કારણે કુમારગિરિ નામના પર્વત ઉપર અનશન કરી
સ્વર્ગવાસ પામ્યા હતા. એ દુકાળના પ્રભાવે તીર્થકરોના ગણધરો દ્વારા પ્રરૂપિત ઘણા સિદ્ધાંત પણ નષ્ટ થઈ ગયા હતા એ જાણ ભીખુરાયે જેનસિદ્ધાંતેના સંગ્રહ અથે, જૈનધર્મનો વિસ્તાર કરવા અથે શ્રી સંપ્રતિ રાજાના સમયના શ્રમણ નિર્ગથ તથા નિગ્રંથીઓની એક સભા કુમારગિરિ ઉપર એકત્ર કરી. આ સમુદાયમાં શ્રી આર્યમહાગિરિની પરંપરાના શ્રી બલિરૂહ, બધિલિંગ, દેવાચાર્ય, ધર્મસેનાચાર્ય, નક્ષત્રાચાર્ય આદિ બસે જેટલા જિનકપની તુલના કરવાવાળા સાધુઓ તથા આર્ય સુસ્થિત, આર્યસુપ્રતિબદ્ધ, ઉમાસ્વાતી, શ્યામાચાર્ય આદિ ત્રણસો જેટલા નિગ્રંથ સાધુએ પણ એકત્ર થયા હતા.