________________
૩૮૯
સામ્ સંપ્રતિ એક બાજુએ મુનિહંત મહારાજા પુષ્યમિત્રનું મૃત્યુ થયું ત્યારે બીજી બાજુ પાટલિપુત્રમાં નિરંતર ભયંકર વૃષ્ટિ થવા લાગી, જેના ગે ગંગાનદીમાં પૂર આવ્યું અને રમણિય પાટલિપુત્ર નગરનો નાશ થયે. આ સમયે મોટી મોટી હવેલીઓ પૂરમાં તણાવા લાગી. નગરજનોની એવી તે દુર્દશા થઈ કે જેમાં ભાગ્યે જ કોઈ બચવા પામ્યું હોય.
આધુનિક સમયમાં પ્રાચીન પાટલિપુત્રના દૃષ્ટિગોચર થતાં અવશે
વર્તમાનમાં પાટલિપુત્રના સંશોધનને અંગે અનેક વખત ખેદકામો થયાં છે, છતાં તેના અંગે જેટલા પ્રમાણમાં પ્રાચીન અવશે પ્રાપ્ત થવા જોઈએ તેટલા થયા નથી. જે કાંઈ સાહિત્ય પ્રાપ્ત થયું છે તે ઉપરથી પુરાતત્વવેત્તાઓ પાટલિપુત્રના સંશોધનને અંગે ગરવતા લે છે. પુરાતત્વ શોધક ડે. સ્પનર પાટલિપુત્રના સંશોધનને અંગે જણાવે છે કે
પ્રાચીન પાટલિપુત્ર નગર વર્તમાન સમયમાં ગંગા અને શેણ નદીઓના વિસ્તૃત પટની નીચે દબાએલ છે કે જે દટાએલ નગર ઉપરથી ઉપરોક્ત નદીઓ વહે છે.
બાંકીપુર સ્ટેશનની આસપાસના ગામોમાં પણ આ પ્રાચીન નગરને ઘણેખરે ભાગ જમીનમાં દટાયેલો સમજાય છે જેમાંથી ખોદકામ કરતાં કાંઈક અવશેષો મળી આવે છે. તેમજ કુમરાહર ગામની સમીપમાં પ્રાચીન સમયનાં વિવિધ પ્રકારના અવશેષો દષ્ટિગોચર થાય છે. આ ગામની નીચે ઘણું રાજ્યપ્રાસાદ દટાએલા છે એમ નિશ્ચયપૂર્વક સમજાય છે.
ઉપરોક્ત ગામની ઉત્તરે કલુ અને ચમન નામના તળાવોની વચ્ચે અકકાલિન થંભના ઘણા અવશે પ્રાપ્ત થાય છે.
આ પ્રમાણે અનેક કૃતિઓ તથા અવશે અહીં વિદ્યમાન છે, જેના આધારે પ્રમાણિકતાથી નિશ્ચય થઈ શકે છે કે આ સ્થાને પ્રાચીન મર્યસમ્રાટેના રાજ્યપ્રાસાદે હતા એમ માની શકાય છે.”
પ્રાચીન પાટલિપુત્રને અંગે સંશોધનનું કાર્ય જે ચીવટપૂર્વક હાથ ધરવામાં આવે તે ખોદકામ કરતાં હજી પણ મહત્વતાભરી કૃતિઓ મળી આવે એ સંપૂર્ણ યુગ છે.
કાળગણનાને ચૂંથો આંક પૂરે થાય છે.
આ કાળે જૈનાચાર્યો પાટલિપુત્રના વિનાશ સાથે રાજ્યકાળગણનાને આંક બદલે છે અને કાળગણનાની સંખ્યાનો ચોથો આંક અહીં પૂરે કરી હવે પછીના પાંચમા આંકની શરૂઆત ભરુચ કહેતાં ભૃગુકચ્છ કે જ્યાં રાજા બલમિત્રને રાજ્યાભિષેક થયા હતા તેના અંગે શરૂ કરે છે.