SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૩ જુ. મહારાજા શાલીસુક (ઈ. સ. પૂર્વે ૧૮૮ થી ૧૭૯ ૯ વર્ષ) મહારાજા શાલીસુક સમ્રા સંપ્રતિના પુત્ર થતા હતા. જો કે મગધ સામ્રાજ્યની ગાદી ઉપર યુવરાજ વૃષભસેનને સંપૂર્ણપણે અધિકાર હતું છતાં કુટુંબકલેશની શાંતિ અર્થે વૃષભસેને શાલીસુકને મગધની રાજ્યગાદીને હક સુપ્રત કર્યો અને પોતે અવન્તીપતિ તરીકે અવન્તીમાં રાજ્ય કરવા લાગ્યા. એક અંગ્રેજ ઈતિહાસકાર જણાવે છે કે આ શાલીસુકે પિતાના વડીલ બંધુનું ખૂન કરી મગધની રાજ્યગાદી પ્રાપ્ત કરી હતી જેને લગતો ઉલ્લેખ નીચે પ્રમાણે છે – “ ઇજાતરં તાજું તેતિ (? દરવારિ?) કથિd Th"_Bern Brihatsamhita, રાજ્યભના અંગે માર્યો રાજવીઓની આંતરિક સ્થિતિ ઘણી જ શોચનીય થઈ પડી અને તેને પરિણામે મિર્યસમ્રાજ્યના પાયામાં લૂ લાગવા માંડ્યો હતો. કાશ્મીરપ્રદેશ મગધ સામ્રાજ્યથી અશોકના સમયમાં જ જુદે પડી ગયો હતે. કાશમીરપતિ ઝાલકે ગ્રીક સિન્યને મગધ ઉપર ચઢી આવતું રોકી દીધું ખરું, પરંતુ એકલા કાશ્મીરપતિ માટે આ કાર્ય અતિશય જોખમદારીભર્યું હોવાથી તેણે કાશમીરની સરહદની મજબૂતાઈ કરી મગધ ઉપર થતી ચઢાઈ અટકાવી, પરંતુ તે પંજાબ સુધી જઈ બળવાની શાંતિ કરી શક્યો નહિ. આને પરિણામે આ કાળે સિંધુ નદીની સામી પારના પ્રદેશ જેવા કે અફઘાનીસ્થાન, કંદહાર અને ઈરાન આદિ અનેક પ્રદેશ સ્વતંત્ર થઈ ગયા. અવન્તીથી પંજાબ સુધીની સરહદ ઉપર કાબૂ મેળવવા વૃષભસેને હિમ્મત કરી અને તેમાં તે ફાળે. * આ ઈતિહાસકાર ભલે આમ જણાવતા હોય છતાં અમારો આ બાબતમાં મતભેદ છે. અમે તેમના મંતવ્ય સાથે સહમત થઈ શક્તા નથી. ફેખક,
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy