________________
સમ્રા સંપ્રતિ જે તે કાળે રૂષભદેવ જેવા તારણહાર જેનધર્મના પ્રથમ તીર્થકર ન થયા હતા તે આજે અહિંસા પરમો ધર્મને પ્રાધાન્ય સ્થાને માનતું આ ભારતવર્ષ કઈ સ્થિતિએ હેત તેને ખ્યાલ સુજ્ઞ વાચકે જ કરવાનું છે.
લગ્ન પછીની પ્રિઢાવસ્થા સુધીમાં રૂષભદેવને સુનંદાથી બાહુબલી અને સુંદરીના યુગલિક અને સુમંગલાથી ભરત તથા બ્રાહ્મી તેમજ ઓગણપચાસ પુત્ર-યુગલિયાઓને જન્મ થયો. ભરત મહારાજા કે જેઓ આ ભરતક્ષેત્રમાં પ્રથમ સમ્રાટ થયા તેઓ શ્રી રૂષભદેવના પ્રથમ પાટવી તરીકે જન્મ્યા. રાજ્યપત્રો ઉમ્મર લાયક થતાં રૂષભદેવે જ્ઞાનના બળે પિતાને દીક્ષાંકાળ નજીક જાણું રાજ્યપુત્રો તેમજ કુટુંબીઓને એકત્ર કરી ભરતને સંબંધી કહ્યું-“હે પુત્ર !તું આ રાજ્ય ગ્રહણ કર. હવે અમે સંયમરૂપી સામ્રાજ્યને ગ્રહણ કરીશું. પોતાનાં પિતાનાં આવાં વચન સાંભળી, ભરત અધોમુખ થઈ, અંજલી જેડી, નમસ્કાર કરી ગદુગદિત થઈ ગયો અને બે-“હે પિતાશ્રી ! તમારા ચરણકમલની છાયામાં જે સુખ હું અનુભવું છું તે સુખ રાજ્યની છત્રછાયા નીચે પ્રાપ્ત થવાનું નથી તેથી હું દુઃખી થાઉં છું.” પ્રભુએ કહ્યું-“હે વત્સ! સમર્થ જ્ઞાનીઓ માટે બન્ને માર્ગ નિયમિત થયેલા છે તે મુજબ આ સંયમ માર્ગથી આત્મસાધન કરી મેક્ષગતિ પ્રાપ્ત કરવી એ પુરુષાથી પુરુષને ધર્મ છે, માટે મેહાંધ ન થતાં તું તારી ફરજને અદા કરી રાજ્યગાદી સ્વીકાર.” આ પ્રમાણે કહી તરતજ ભરતને રાજ્યસિહાસને અતિ હોંશથી બિરાજમાન કર્યો. આ સમયે ઇંદ્ર મહારાજે જાતે પધારી રાજ્યાભિષેક કર્યો અને ભરતના નામની આણ તરત જ પુકારાઈ. આ સમયે ભારતના મસ્તક ઉપર ઇંદ્ર મહારાજાએ અર્પણ કરેલ રત્નમણિમય મુગટ એ તો દીપ હતો કે જેનાં રત્નોના તેજથી રાજ્યદરબાર ચંદ્રમાની જેમ તેજોમય બની ગયે.
બાદ બાહુબલિજી વિગેરે બીજા પુત્રોને તેમની યોગ્યતા પ્રમાણે દેશે વહેંચી આપ્યા, જેમાં પંજાબની તક્ષશિલા નગરી કે જે અત્યારે સમ્રા સંપ્રતિના અંગે પ્રાચીન સંશેધનનું મુખ્ય ધામ થઈ પડયું છે તે નગરી બાહુબલિના રાજ્યનગર તરીકે પ્રસિદ્ધિને પામી.
આ પ્રમાણે રાજ્યવ્યવસ્થા કરી, એક વરસ સુધી ત્રણ અઠ્યાસી કરોડ અને એંસી લાખ સુવર્ણોનું વાર્ષિક દાન દઈ રૂષભદેવજીએ સંયમ સ્વીકાર્યું. ઇંદ્ર મહારાજાએ તેમના દીક્ષા-ગ્રહણ પછી તરત જ દેવકૂષ્ય વસ્ત્ર અર્પણ કર્યું. આ દીક્ષા–સ્વીકારનો પ્રસંગ ચિત્ર માસના કૃષ્ણપક્ષની અષ્ટમીને દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચંદ્ર આવ્યા તે સમયે થયો. પ્રભુની સાથે આ સમયે લગભગ ચાર હજાર રાજ્યગુરુએ દીક્ષા લીધી.
આ કાળ સુધીમાં જેન મુનિ મહારાજેની ગોચરીને આચાર કોઈને માલુમ ન હોવાથી રૂષભદેવ પ્રભુને લગભગ બાર માસ સુધી નિરાહારપણે વિચરવું પડયું. જેથી તેમની સાથે રહેલ ચાર હજાર સાધુઓ અંતે કંટાળી, તેમને સાથ છોડી, જંગલનાં પાકેલાં ફળો અને કંદમૂળ ખાઈ તપશ્ચર્યા કરવા લાગ્યા, જેઓ તે દિવસથી તાપસ તરીકે ઓળખાયા.