________________
સાહિત્યસંગી સાક્ષરવ મુનિરાજ શ્રી પુન્યવિજયજી
સમ્રાટ્ સ'પ્રતિ
ઉષરાકત મુનિવર “ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ” નામના પુસ્તકના ઉપેાદ્ઘાતમાં જણાવે છે કે “મહાવીર પછીના યુગમાં મહારાજા કાણિક, ઉદાયન, નદ વશના રાજાએ અને તેમના શકડાલ, શ્રીયક વિગેરે મહાઅમાત્યે તેમજ મૌર્ય વંશી મહારાજા ચંદ્રગુપ્ત અને મહાન સંપ્રતિરાજ વિગેરે રાજાએ જન હતા. તે સિવાય અનેક રાજવીએએ આ કાળે જૈન ધર્મ પ્રતિ સહાનુભૂતિ દાખવી હતી.
ઉપર।કત સર્વ રાજાએ પૈકી મહારાજા સંપ્રતિનું સ્થાન જૈન ધર્માંના ઇતિહાસમાં ઉજ્જવળ કારકીર્દીભર્યું ને અતિ ગૌરવવતુ છે. મહાન સપ્રતિ માત્ર પેાતે જ જૈન ધી હતા એટલું જ નિહ પણ તેણે વૈદિક સંસ્કૃતિપ્રાધાન્ય આંત્ર, દ્રાવિડ વિગેરે દેશેામાં જૈન ધર્મના ઝંડા ફરકાવ્યા હતા. ભગવાન મહાવીરના આજસુધીમાં ૨૫૦૦ વરસના ઇતિહાસમાં મેાટા પાયા પર જૈન ધર્મના પ્રચાર અને અભિવૃદ્ધિ કરનાર આવી પ્રભાવશાળી વિભૂતિ ખીજી એક પણ ઉત્પન્ન થઈ નથી કે જેને પ્રતાપે જૈન મુત્રકારાને પેાતાના મૌલિક રીતરિવાજોમાં પરિવર્તન કે ઉમેરા કરવાની ફરજ પડી હોય.