________________
સમ્રાટું સંપ્રતિ. બારમી સદી પહેલાં ગચ્છના ભેદભાવ વધારે પડતા હતા નહિ. બારમી સદીથી જ્યારે ગર્જી વધારે પ્રમાણમાં જુદા પડ્યા ત્યારે ચિત્યેની માફક ગની ઓળખાણ લેવા માટે મૂર્તિઓ નીચે શિલાલેખે લખવાની પ્રવૃત્તિ વધારે પ્રમાણમાં ચાલુ થઈ.
નામ લખવાની પ્રથામાં ઘણા ભાગે કીર્તિ ગવાય છે અને તે કીર્તિની ઈછા સદા જૈન ધર્મના ફળને બાધ કરનારી છે એવું જૈનધર્મમાં ગણાતું આવ્યું છે.
પૂર્વે રચાએલ સેંકડો જેનગ્રંથમાં કર્તાઓનાં નામે પણ નથી. તેવી જ રીતે શેઠ મોતીશા, સદાનંદજી, જેમણે પાલીતાણામાં કે બંધાવી છે. તેવી જ રીતે શેઠ હેમાભાઈ, શેઠ હઠીભાઈ, તથા શેઠ પ્રેમચંદ રાયચંદ વિગેરેએ કરેલાં ધાર્મિક કાર્યોની ધ ગ્રંથ અને સ્તવનમાં લેવાઈ છે. તેવી જ રીતે ધનાશા પોરવાડે રાણકપુરમાં બંધાવેલ ભવ્ય દેરાસરની નેંધ પણ તેના ધાર્મિક કાર્ય પૂરતી જ લેવાઈ છે. તે સિવાય તેમના કુટુંબીઓની તથા વ્યાપારાદિની નેંધ ગ્રંથકર્તાઓએ લીધી નથી તેવી જ રીતે મહાન સંપ્રતિને અંગે ધર્મપૂરતો જ ઈતિહાસ જેનશાસ્ત્રોએ લીધે છે.
અંગી કરતાં અંગનું વર્ણન ન વધે એ સ્વાભાવિક છે. અને ગ્રંથકારો મહાન સંપ્રતિના અંગે જે વર્ણન કરે છે તે મહારાજા સંપ્રતિનું વર્ણન શ્રી આર્યસહસ્તી મહારાજના અંગે જ કરે છે, પરંતુ તે સ્વતંત્ર ન હોવાથી મહારાજાએ કરેલ ધાર્મિક કાર્યો પૂરત જ જેનગ્રંથોએ પ્રસંગ પૂરતો ઉલ્લેખ કર્યો છે.
ત્રિષષ્ટિ શલાકા પુરુષચરિત્ર'ના દશમા પર્વમાં મહાન સંપ્રતિના બનાવેલ મંદિરની નેધ શ્રીમદ્દ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ લેતાં જણાવે છે કે “શ્રી સંપ્રતિ મહારાજાએ જંબુદ્વિપના ભરતખંડમાં સર્વત્ર જૈનમંદિર બંધાવી જૈનધર્મની અપૂર્વ સેવા બજાવી છે.”
જૈનધર્મને જાણનારાઓમાં શ્રદ્ધા અને વર્તન એક સરખું જ હોય એ નિયમ નથી એ હેજે સમજી શકાય તેવું છે. અઢાર પાપસ્થાનને પાપસ્થાન તરીકે માનનારો જેને ધર્મના પ્રથમ પગથિએ ગણાય છે, ત્યારે અઢાર પાપસ્થાનને છોડનાર ઉચ્ચ ગતિગામી ગણાય છે. ”
(૩) ત્યારબાદ અમો વયેવૃદ્ધ આચાર્યદેવ શ્રીમદ્દ વિજયસિદ્ધિસૂરીશ્વરજી પાસે જઈ તેમને અભિપ્રાય નીચે પ્રમાણે મેળવી શક્યા હતા. તેમને શ્રીમદ્દ સાગરાનંદસૂરિજીનું નિવેદન અમોએ વંચાવ્યું હતું જેથી તેમણે ઘણું જ સંતોષ દર્શાવ્યો અને “તે બરોબર છે” એમ દર્શાવ્યા બાદ તેઓએ પિતાને અભિપ્રાય નીચે મુજબ જણાવેલ છે.
મહાન સંપ્રતિ એ ચુસ્ત જેન રાજવી હતા. તેમણે ભારતમાં ચારે દિશાએ જૈન મંદિર બંધાવ્યાં છે એટલું જ નહિ પણ અનાર્ય દેશમાં સુવિહિત એવા સાધુઓના વિહારની સગવડ ખાતર વંઠ પુરુષોને (ઉપદેશકેને) અથવા તે મહારાજા સંપ્રતિએ પિતાના સુભટને સાધુવેશ પહેરાવી ઉપદેશક બનાવી ધર્મસેવા બજાવી હતી.