________________
૩૪૦
સમ્રાટુ સંપ્રતિ મહારાજાએ દરેક ગામમાં દહીં, દૂધની દુકાન ધરાવનારાઓ ઉપર તેમ જ વસ્ત્રાદિકના વેપારીઓને તેમ જ મિઠાઈ આદિ વેપાર કરનારા વેપારીઓ ઉપર ખાસ રાજ્ય આજ્ઞા મેકલાવી હતી કે “તેઓને ત્યાં કોઈ પણ જેનસાધુ કંઈ પણ વસ્તુ લેવા આવે તે આપવી ને કિંમત રાજ્યની તિજોરીમાંથી લઈ જવી.”
આ રાજ્યઆજ્ઞાને અમલ મહારાજાએ અનાર્ય દેશે, જેવા કે આંધ, દ્રાવિડ, મહારાષ્ટ્ર શક, યવન અને ફારસાદિ દૂર દૂરના દેશોમાં પણ કરાવ્યું હતું. જે જે રાજાઓએ જૈનધર્મ અંગીકાર કર્યો હતો તે તે રાજાઓ પાસેથી તેમણે ખંડણી માફ કરી, ને તેઓને તેમના રાજ્યમાં ખંડણ જેટલી જ રકમનો દેવમંદિરે, ઉપાશ્રયે વિગેરે. બાંધવામાં સદુપયોગ કરવાનું તથા સાધુસંપ્રદાયની વ્યવસ્થા રાખવાનું જણાવ્યું હતું. જેનધર્મ આ કાળે લગભગ ભારતવ્યાપી બન્યા હતા અને રાજ્યના પીઠબળ અંગે જૈનધર્મ પાળનારી વસ્તીની સંખ્યા લગભગ ૪૦ કરોડ જેટલી થઈ હતી.
મહારાજા સંપ્રતિએ ઉપકારી ગુરુદેવ શ્રી આર્યસહસ્તી મહારાજના ચરણે શિર નમાવી ચતુર્વિધ સંઘ સમક્ષ રથયાત્રાના વડા સમયે નિત્ય પ્રભાતે નૂતન મંદિરના ખાતમુહૂર્તના સમાચાર સાંભળ્યા પછી જ દંતધાવન કરવાના લીધેલ અભિગ્રહનું પાલન બરાબર રીતે કર્યું હતું અને પ્રતિદિન પ્રતિહારી અમુક જિનાલયને પાયે નંખાયાનાં સમાચાર આપી જાય ત્યારપછીથી જ તે દંતધાવન ક્રિયા કરતા. આ અભિગ્રહને કારણે ઘણી વખત મહારાજાને સાંજ સુધીનો સમય આહારરહિતપણે પસાર કરવો પડતો.
નૂતન જિનાલયને પાયે નખાય ત્યારપછી જ દંતધાવન કરવું એવો અભિગ્રહ મહારાજાએ વીરનિર્વાણ ૨૮૯ માં લીધેલ સમજાય છે. ત્યારબાદ મહારાજા વીરનિર્વાણ ૩૨૩ સુધી જીવવા પામ્યા. એટલે લગભગ ૩૪ વર્ષ સુધી તેઓ વિદ્યમાન હતા, જેમાં એક દિવસ પણ એ ખાલી ગય નથી કે જે દિવસે મહારાજાવતી નવા મંદિરનું ખાતમુહૂર્ત થયું ન હોય.
નવા મંદિરમાં જોઇતી પાષાણની પ્રતિમાઓ માટે મહારાજાએ અવન્તી અને રાજપુતાનામાં આવેલ જેપુર (જયપુર) અને મકરાણુમાં હજારો કુશળ કારીગરે રોકી પ્રતિમાઓ બનાવવાનાં કારખાનાં ખેલ્યાં હતા. જ્યાં મકરાણાના આરસના પત્થરની ખાણે આવેલી છે ત્યાં શિલ્પના આદર્શ નમૂનારૂપ એક જ જાતની ઘાટીલી પ્રતિમાઓ બનતી. મહારાજા સંપ્રતિની બનાવેલ પ્રતિમાની નિશાની તરીકે હાથની કોણી નીચે બે ટેકાઓ રાખ્યા હતા. મહારાજાએ ગિરનાર, જુનાગઢ, માળવા, મારવાડ, શત્રુંજય તીર્થ તેમ જ ભારતની ચારે દિશાએ બનાવેલ મંદિરની કેરણી રાજ્યની કીર્તિ માફક સારી બનવી જોઈએ તેને માટે કાળજી રાખી તે માટે સારામાં સારા શિલ્પીઓને ક્યા