________________
૩૩૨
સમ્રાટું સંપ્રતિ. પિતાની સાથે રાખેલ ધર્મપ્રચારકોને અહીં પણ ગોઠવ્યા અને ધર્મપ્રચાર કરી નવાં દેવમંદિરે, ઉપાશ્રયે વિગેરે બંધાવી આપ્યાં.
મહારાજાએ તિબેટમાં બરાબર વ્યવસ્થા જાળવવા સામ્રાજ્યના પ્રતિનિધિઓને તિબેટના રાજ્ય દરબારમાં મૂકી, આ જ પહાડી લશ્કરની મદદથી ખોટાન ઉપર ચઢાઈ કરી. અહીં પણ મહારાજાને જીત મળી. ખેટાનના રાજાએ સમ્રાટ્ સંપ્રતિની આજ્ઞા કબૂલી અને સંધિ કરી.
મહારાજાના હાથમાં નેપાળથી લગાવી ખટાન સુધીના પૂર્વ રાજ્યને કસ્તુરી અને અંબરનો કિમતી ભંડાર હસ્તગત છે. કસૂરી અને અંબર એ બંને વસ્તુઓ મનુષ્યને અખૂટ શક્તિ આપનારી ગણાય છે અને તેને વેપાર જગતમાં ચારે દિશાએ ચાલે છે. આ ચીજોની પેદાશ ઉપર પણ મહારાજાની સત્તા આવી. ખેટાન સુધીના આ પ્રદેશની છતથી મગધ સામ્રાજ્યની આવકમાં ઘણું જ સારો વધારો થયો અને વેપારનો પણ સારા પ્રમાણમાં વિકાસ થયે.
મહારાજાએ ધર્મ પ્રચાર અર્થે ખોટાનના મુખ્ય શહેરને ધાર્મિક પ્રચારનું કેન્દ્રસ્થાન બનાવી ઉપદેશકદ્વારા ત્યાંથી ધર્મપ્રચારની શરૂઆત કરી. ધાર્મિક દઢતાને માટે નેપાળ અને તિબેટની જેમ અહીં પણ દેવમંદિર અને ઉપાશ્રયે બંધાવી આપ્યાં.
પૂર્વ હિંદના આ ત્રણે રાજવીએ અસલ ક્ષત્રિય લિચ્છવી જાતિમાં જ જન્મેલા હતા કે જેનું મૂળ વૈશાલીમાં ગણાતું હતું. પ્રભુ મહાવીરના નિર્વાણ પૂર્વે આ નેપાળનું રાજ્ય મૈર્યવંશીય પહાડી રાજાઓના હાથમાં હતું, એ પ્રમાણેની નોંધ પ્રાચીન ગ્રંથોમાં મળી આવે છે એટલે આ કાળે પણ મહારાજા સંપ્રતિએ નેપાળ, તિબેટ ને બેટાનનાં રાજ્ય જીત્યા પછી પણ તે રાજ્યની પ્રજાને તેમ જ રાજાને જરા પણ હેરાન કર્યા ન હતા તેમ જ વધુ પડતો રાજ્યઅંકુશ પણ મૂક્યો ન હતો. સબબ મહારાજા સંપ્રતિ પણ લિચ્છવી જાતિના ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થએલા રાજવી હતા. આ પ્રદેશના લિચ્છવી કુત્પન્ન રાજવીઓને મહારાજાએ પિતાના કુટુંબી તરીકે માનની દષ્ટિએ જોઈ તેઓનું બહુમાન સાચવ્યું હતું.
ગતમબુદ્ધના દ્ધધને પ્રચાર તેના નિર્વાણ બાદ આ પહાડી પ્રદેશના માર્ગે જ પૂર્વ ચીન સુધી પ્રવર્તમાન થયે હતે. ચીનથી દૂર દૂર પ્રદેશના ધર્માત્માઓ ૌતમબુદ્ધની જન્મ અને નિર્વાણભૂમિનાં દર્શન માટે યાત્રાળુઓ તરીકે આવતા હતા. વળી બદ્ધધર્મના પ્રચાર અર્થે માત્ર પૂર્વ વિભાગની જ સરહદ ખુલ્લી હવાને લીધે અને આ પ્રદેશના રાજવીઓને બોદ્ધસાધુઓએ બ્રાદ્ધધમી બનાવવામાં સફળતા મેળવેલ હોવાના અંગે ઉપરોક્ત પ્રાંતમાં બૌદ્ધધર્મનો પ્રચાર સારા પ્રમાણમાં ચાલુ થયે હતો. તિબેટ, ખોટાન અને ચીનનાં મેટાં શહેરમાં બદ્ધમઠે અને સાધુઓનાં ટોળે ટોળાં નજરે પડતાં હતાં.
* આ હકીકત અમે અગાઉના પ્રકરણમાં સાબિત કરી ગયા છીએ.