________________
સંપ્રતિના મનનું સમાધાન પંચમ આશનું સ્વરૂપ
કરી રાત્રિને શ્વાતિ નક્ષત્રને વેગ આવ્યું ત્યારે છઠ્ઠની તપશ્ચર્યાને ધારણ કરનાર પ્રભુ પાછલી રાત્રિની ચાર ઘડી શેષ રહી ત્યારે પદ્માસને બેઠા.
આસનકંપથી શક્રે પ્રભુનું નિર્વાણ જાણ્યું અને તે ત્યાં આવ્યો. તેણે પ્રભુને વિનંતિ કરી કે-“હે ભગવન્! આપ એક ક્ષણ માત્ર આયુષ્યની વૃદ્ધિ કરો, કારણ કે આપના જન્મસમયે સંક્રમેલ ભસ્મગૃહ હાલમાં બેસે છે કે જે ૨૦૦૦ વર્ષ પર્યત આપણા શાસનને હેરાન કરશે અને તીર્થની ઉન્નતિ થવા દેશે નહિ, માટે તે આપની દષ્ટિ આગળ જ ઉદય પામી જાય તે આપની દષ્ટિના પ્રભાવથી એને ઉદય નિષ્ફળ જાય.”
પ્રભુએ કહ્યું-“હે શકેંદ્ર, આયુષ્યકર્મના ગળે પૂર્વભવને વિષે બંધાયેલા હોય છે, તેને અધિક કે ન્યન કરવાને કેઈની પણ શક્તિ નથી તેમજ ભાવિભાવ બનવાનું છે તે અવશ્ય બન્યા જ કરે છે તેને ટાળવાને પણ કેઈ સમર્થ નથી.” ભગવન્ત આ પ્રમાણે સમજાવી શકેંદ્રને શાંત કર્યા પછી મન, કર્મ, વચનને નિરોધ કરી પ્રભુ મૈનપણે ધ્યાનસ્થ રહ્યા. શેલેશીકરણ કરી પ્રભુ સિદ્ધિપદને પામ્યા અને તેમને અરૂપી આત્મા સ્વર્ગથી પણ આગળ કાન્તમાં ( સિદ્ધશિલાએ ) જઈ આત્મસ્વરૂપમાં લીન થયે. તે વખતે જેની યતના ન થઈ શકે એવા કુંથુઆ જીવની ઉત્પત્તિ થવાથી હવે પછી ચારિત્ર પળાવવું અશકય છે ધારી ઉત્તમ સાધુઓએ જીવરક્ષા નિમિત્તે અનશન આદર્યું.
ભક્તિમાન રાજાઓએ જિનેશ્વરના નિર્વાણ કલ્યાણકની પાછલી રાત્રિએ અંધકારને નાશ કરવા દિવ્ય દીવાઓ પ્રગટ કર્યા. તે સમયે ભગવંતને નિર્વાણ મહત્સવ ઉજવવા સ્વર્ગમાંથી આવતા દેવ, દેવીઓના વિમાનના તેજોમય પ્રકાશથી રાત્રિ પણ તેજોમય દેખાવા લાગી. આ સમયે અંધકારને નાશ થાય એવાં તેજોમય રને હાથમાં લઈ દેવ દેવીએ પ્રભુની આરતી ઉતારવા લાગ્યાં. તે દિવસથી પ્રભુની પ્રતિમા સમક્ષ આરતી ઉતારવાને રિવાજ ચાલુ છે અને લેકે પણ આ સમયે દેવતાઓનું અનુકરણ કરવા હાથમાં દીપક લઈ “આ અમારી આરતી” કહી બોલવા લાગ્યા. એ પ્રમાણે સર્વ સ્થાનકે દીવા થવા લાગ્યા. એટલે મેરેયામાં રાત્રિની અખંડ જ્યોત તરીકે તે દિવસથી દીવાઓ કરવાની પ્રથા ચાલુ થઈ. ત્યારપછી પ્રતિવર્ષે દીપાવલીનું પર્વ પૃથ્વી ઉપર એ પ્રમાણે પ્રસિદ્ધિ પામ્યું.
ત્યારબાદ પ્રભુના દેહને ચંદન કાછવડે અગ્નિસંસ્કાર કરવામાં આવ્યું. પ્રભુની દાઢને ઇંદ્ર મહારાજા સ્વર્ગમાં લઈ ગયા. બાદ દેવ દેવીઓએ ત્યાંથી નંદીશ્વર દ્વીપે જઈ પ્રભુના નિર્વાણ નિમિત્તે અઠ્ઠાઈ મહોત્સવ કર્યો.
બાદ કારતક સુદ ૧ ના દિવસે પ્રભાતમાં ગૌતમસ્વામી દેવશર્મા બ્રાહ્મણને પ્રતિબધી પાવાપુરી નગરીમાં આવતાં માર્ગમાં જ એમને પ્રભુ મહાવીરનું નિર્વાણ સાંભળી અત્યંત ખેદ થયે. પછી પશ્ચાત્તાપૂર્વક અનિત્ય ભાવનાએ ચઢતાં, પ્રભુ પ્રત્યેના મેહનો નાશ થતાં
૪૧