________________
આંધ્ર પ્રાંતની છત ને પલટાયેલું માનસ
૨૭૭ શરદશ્રી જેવી વીર ક્ષત્રિયાણીઓ જ સાચો માર્ગ દર્શાવી શકે. સંસ્કારી માતા શરશ્રીની સચેટ અને શાંતવાહિની વાણીને પીયૂષપાનથી મહારાજા સંપ્રતિ અતીવ સંતેષ પામ્યા ને બેલ્યા કે–
પૂજ્ય માતુશ્રી ! આપના ઉપદેશને હું માથે ચઢાવું છું, અને આજ્ઞાંક્તિ માર્યપુત્ર તરીકે આપ ફરમાવે તે મુજબ ધર્મકાર્યોથી આપને સંતોષવા તૈયાર છું.”
માતાનું હૃદય પુત્રના સુંદર જવાબથી અત્યંત સંતુષ્ટ થયું, અને તેણીએ પુત્રને કહ્યું કે-“હે વત્સ! નવાં નવાં જિનમંદિર બંધાવી, તેમજ પ્રાચીન જૈનમંદિરોને જીર્ણોદ્ધાર કરાવી તું પુણ્યોપાર્જન કરે તે મને અતિ હર્ષ થાય અને સાથોસાથ તારી ગતિ સુધરે, કારણ કે આ સંબંધમાં મેં પૂજ્ય શ્રી આર્ય સુહસ્તિસૂરિના મુખદ્વારા તેમની દેશનામાં સાંભળ્યું છે કે
काष्ठादिनां जिनावासे, यावंतः परमाणवः ।
ताति वर्षलक्षाणि, तत्कर्ता स्वर्गभाग् भवेत् ॥ જૈન મંદિર બંધાવતાં કાણ, પાષાણ વિગેરેમાં જેટલાં પરમાણુઓ આવે છે તેટલા લાખ વર્ષો સુધી મંદિરને કરાવનાર સ્વર્ગને ભક્તા થાય છે. તેવી જ રીતે પરમાણુસ્વરૂપનું વર્ણન કરતાં શ્રી આર્યસુહસ્તિ મહારાજે જણાવ્યું હતું કે–
जालान्तरगते सूर्ये, यत्सूक्ष्म दृश्यते रजम् ।
तस्य त्रिंशत्तमो भागः, परमाणुः स उच्यते ।। અર્થાતજાળીની અંદરથી પડતા સૂર્યના તેજમાં સૂક્ષમ રજ દેખાય છે તેને ત્રીશમો ભાગ પરમાણુ કહેવાય છે
હાલા પુત્ર! નુતન મંદિર બંધાવવા કરતાં આઠગણું પુણ્ય જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરવાથી પ્રાપ્ત થાય છે. તેના અંગે પણ શ્રી આર્ય સુહસ્તિ મહારાજે પ્રાચીન ગ્રન્થને નીચે પ્રમાણેને લેક સંભળાવ્ય હતો –
'नूतनाईद्वारवासे विधाने यत्फलं भवेत् ।
तस्मादष्टगुणं पुण्यं, जीर्णोद्धारे विवेकिना॥ તેવી જ રીતે હે પુત્ર! ધન, અગ્નિ, પાણી, ચેર, ચારણ, યાચક, રાજા, જુગારી, બંધુ અને રાજ્યદંડ વિગેરેથી બચાવીને પણ જૈનમંદિરાદિકમાં ધન વાપર્યું હોય તેવા પુરુષને ધન્ય છે. આ પ્રસંગને લગતે કલેક શ્રી આચાર્યદેવે નીચે મુજબ સંભળાવ્યું હતું: