________________
પ્રક્રણ ૧૧ મુ.
- અશોકના ઐતિહાસિક બનાવે. સુજ્ઞ વાચક, મહારાજા અશોકના જીવનકાળ દરમિયાનમાં નીચે પ્રમાણે ઐતિહાસિક બનાવો બન્યા હતા –
(૧) યુવરાજ કુણાલને તેના ૧૬મા વર્ષની ઉંમરે ઈ. સ. પૂર્વે ર૬૨ માં રાજ્ય ગાદીના બદલે અંધાપો મળે.
(૨) અપરમાતા તીષ્યરક્ષિતા કે જેણે પિતાના પુત્ર મહેન્દ્રને મગધનું સમ્રાટપણું અપાવવા યુવરાજ કુણાલ જેવા વીર રાજ્યપુત્રને આંધળો કરવા કાવત્રુ રચ્યું હતું તેનું પશ્ચાત્તાપપૂર્વક મૃત્યુ થયું.
(૩) દેવાંશી રાજ્યપુત્ર મહેન્દ્ર રાજ્યગાદીને બદલે “સંન્યાસ” પસંદ કર્યો અને રક્તદૂષિત રાજ્યગાદીને ત્યાગ કરી આત્મકલ્યાણ સાધવા સાથે અમર કીર્તિ પ્રાપ્ત કરી.
(૪) સમ્રાટ અશોક જેવા ક્રોધી મહારાજાના હદયનું પરિવર્તન થયું. ધી અને ક્રૂર અશોક કે જેણે રાજ્યસિંહાસનની પ્રાપ્તિ અર્થે પોતાના અડ્ડાણ બાંધવોનું ખૂન કરી રાજ્યસિંહાસન પ્રાપ્ત કર્યું હતું તેના આત્મામાં દિવ્યજ્ઞાનની તિ પ્રકટી. ત્યારબાદ પોતાના હાથે થએલ અસંખ્ય કૂર ગુન્હાઓના પ્રાયશ્ચિત્ત તરીકે ધર્મપરાયણ જીવન વીતાવ્યું.
(૫) રાજ્યપુત્ર મહેન્દ્રના સંન્યાસ પછી તરતમાં જ રાજ્યપુત્રી સંઘમિત્રા કે જેણે તરુણ અવસ્થામાં વિધવા થઈ હતી તે પણ “બૈદ્ધ ભિક્ષણ” બની, અને આત્મક૯યાણના માર્ગે વળી મહારાજા અને ધર્મ અને મનુષ્યજન્મની સાર્થકતા કેવી અમૂલ્ય વસ્તુ છે તેનું જ્ઞાન તેના વારસોએ જ કરાવી આપ્યું
(૬) આ પ્રમાણે ઉપરાચાપરી બનતા બનાવથી જેવી રીતે મહારાણી પિંગળાના