SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૭ 4મહારાજ અશક ઊર્ફે ધર્મ અશક ઊર્ફે દેવાનુપ્રિય મહારાજા પ્રિયદર્શન સમ્રાટ અશોક રાજ્યગાદી ઉપર આવે તે સમયે તેની ઉંમર ૨૬ વર્ષના ગાળાની હતી. પદ્માવતીના મૃત્યુ બાદ બોદ્ધધમી તીષ્યરક્ષિતાને પટ્ટરાણીનું પદ મળ્યું હતું. આ રાણીના પ્રેમમાં મહારાજા અંધ બનેલ હોવાથી તેણી સ્વતંત્ર રીતે વર્તવા લાગી. મહારાજા અશોકને તેણીએ એટલે સુધી પ્રેમાંધ બનાવ્યું હતું કે મહારાજાને રણવાસમાં તીષ્યરક્ષિતા સિવાય કશું જ દેખાતું ન હતું. આવા પ્રસંગને લાભ લઈ મહારાણી તીર્થરક્ષિતાએ પોતાના પુત્ર મહેન્દ્ર માટે રાજ્યની માંગણી કરી, જેને ખુલ્લી રીતે સમ્રાટ અશકે નકારમાં જવાબ આપી યુવરાજ કુણાલને પક્ષ ખેંચી જણાવ્યું કે-“મારે મારી ફરજ યુવરાજને ગાદીપતિ કરવામાં જ અદા કરવી જોઈએ, કારણ તે વીર, રાજ્યને લાયક છે. ” આ સમયે રાજ્યપુત્ર મહેન્દ્ર લગભગ ચાર પાંચ વર્ષની ઉમરનો હતો જ્યારે રાજ્યપુત્રી સંઘમિત્રા બેએક વર્ષના ગાળાની હતી. ચાર વર્ષની ઉંમરને યુવરાજ કુણાલ પિતાના મજબૂત બાંધા અને કામણગારી આંખેથી આકર્ષિત ઘાટિલા ચહેરાવાળો અને સુંદર સ્વરૂપવાન કાંતિવાળે હતે. તે જન્મકાળથી કુદરતી રીતે સંગીતને મહાન શેખન અને સતાર ઉપર અદ્દભુત કાબૂ ધરાવનાર હતું. તેના મધુર કંઠી અવાજે મહારાજા અશોક તેમજ અન્ય રાજકુટુંબીઓની પ્રીતિ સંપાદન કરી હતી. રાજ્યત્યાગ– જ્યારે અશોકે પિતાની માગણને ઈન્કાર કર્યો ત્યારે રાજ્યપુત્ર કુણાલને હેરાન કરવા માટે અનેક જાતના પ્રપંચે રચવામાં મહારાણ તથ્થરક્ષિતાએ કચાશ રાખી નહિં છતાં તેણી તેમાં ફાવી નહિ. આ પ્રપંચમાં એક બિદ્ધ સાધુને હાથ હતો એ હકીક્તને દરેક ગ્રંથકાર સ્વીકારે છે. એક સમયે જ્યારે યુવરાજ કુણાલ સતાર ઉપર મધુરા કંઠે સુંદર આધ્યાત્મિક ભજન ગાઈ રહ્યો હતો ત્યારે મહારાણું તીષ્યરક્ષિતાએ એકાંતને લાભ લઈ તેની પાસે અયોગ્ય અને અઘટિત એવી પ્રેમની માગણી કરી. રાજ્યપુત્ર કુણાલ પણ રાણીના પ્રપંચને બરોબર સમજી ગયો અને તેણે તરત જ સતારને દૂર ફેંકી દઈ મહારાણી તીષ્યરક્ષિતાની તુચ્છ માગણુને તિરસ્કાર કર્યો. બીજી બાજુએ મહારાણ તીથ્થરક્ષિતા પિતાની ધારેલ બાજીમાં ફલિભૂત ન થવાથી ક્રોધાંધ બની અને કુંવરને દબાવવા અનેક પ્રયત્ન કરી જોયા પરતુ વીર કેશરી યુવરાજ કુણાલે નીતિને ભંગ ન કરતાં તરત જ રાજ્યમહેલને ત્યાગ કર્યો અને તે જ દિવસે પોતાની ધાવમાતા સુનંદા ને રક્ષકો સાથે પોતાના કાકા માધવસિંહ પાસે અવન્તી ચાલ્યા ગયા. ત્યાં અવન્તીના વિદિશા નગરના વણિક નગરશેઠની ધર્મપરાયણ કન્યા શરતબાળા સાથે તેનાં લગ્ન કરવામાં આવ્યાં. આ સમયે તેની ઉમર ૧૫ વર્ષની હતી છતાં બાંધે ઘણે જ મજબૂત હતું. બાદ રાજ્યકુમારના ૧૬મા વર્ષની વર્ષગાંઠના દિવસે રાજ્યદરબાર પૂર ભભકાથી ભરવામાં આવે કારણ કે રાજ્યામલ દરમિયાનમાં આ
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy