________________
૨૧૮
સમ્રાટ્ સંપ્રતિ
એ ઉમેદવારો સેલ્યુકસ અને એન્ટીગેાન્સ વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધ લગભગ નવ વર્ષ સુધી ચાલુ રહ્યું, જેમાં ઇ. સ. પૂર્વે ૩૧૨ માં સેલ્યુકસે એબીલેન જીત્યું અને યુદ્ધની ગતિ બદલાઇ. સેલ્યુકસે રાજ્યપદવી પ્રાપ્ત કરી ને તે મેસીડાનીયન સામ્રાજ્યના એશિઆઇ ભાગના નિરંકુશ રાજા બન્યા. ઇ. સ. પૂર્વે ૩૦૬માં તેના મેાટા સમારંભ સાથે રાજ્યાભિષેક થયા અને તેણે પેાતાનું નામ “ નિકેટર ” અથવા તે “ વિજેતા ” તરીકે રાખ્યુ.
ચંદ્રગુપ્તના રાજ્યકાળે તે મધ્ય એશિયા અને ભારતના પશ્ચિમાત્તર પ્રદેશના લગભગ સમ્રાટ્ તરીકે ગણાતા હતા, અને તેના સામ્રાજ્યની પૂર્વ સીમા ભારતવર્ષ સાથે જોડાતી હતી. તેણે ઇ. સ. પૂર્વે ૩૦૫ માં પંજાબ અને સિધ સર કરવા આગળ પગલું ભર્યું, જેના સામને કરવા મહારાજા ચંદ્રગુપ્ત તૈયાર જ હતા. મહારાજા ચંદ્રગુપ્તની સાથે તેને મહાન્ ભયંકર યુદ્ધ થયું. આ યુદ્ધમાં સેલ્યુકસ સિંધુ પ્રદેશમાં એક ડગલું પણ આગળ વધી શકયા નહિ અને કેવળ તેને સિંધુના કિનારે જ રણક્ષેત્ર બનાવી પડી રહેવુ પડયુ હતું. અન્તે સેલ્યુકસને ભારત પરનું આક્રમણ છેડી દઇ યુનાન તરફ નાસી છૂટવું પડયું. મહારાજા ચંદ્રગુપ્તની સેનાએ આ ભાગતા યુનાનીઓના પીછે। પકડ્યો અને પરિણામે ચંદ્રગુપ્ત સાથે સેલ્યુકસને નીચે પ્રમાણે ફરજીયાત સધિ કરવી પડી :—
( ૪ ) ચંદ્રગુપ્તે સેલ્યુકસને ૫૦૦ હાથી આપવા.
( F ) જેના બદલામાં સેલ્યુકસ સિંધના પશ્ચિમ કિનારાના પેરાપેનિસડેઇ, એરિયા અને આક્રોશીયા પ્રાંતા મહારાજા ચંદ્રગુપ્તને આધીન કરે. આ પ્રાંતાની તે સમયની રાજ્યધાનીએ ક્રમશ: કાબુલ, હિરાત અને કાંદાલ હતી. આ ઉપરાન્ત સંપૂર્ણ જાડાશીયા અથવા તેમાંને કાંઇક આછે પૂર્વા ભાગ મહારાજા ચંદ્રગુપ્તને સેલ્યુકસે આપવા પડ્યા કે જે તેના હિતાર્થે ઉપયાગી હતા.
મહારાજા ચંદ્રગુપ્તની સાથે સંધિ થવાથી સેલ્યુકસને મહારાજા ચંદ્રગુપ્તની મિત્ર તરીકે મદદ મળી અને જેના બળે તે એન્ટિગેશન્સને સોંપૂર્ણ રીતે હરાવવા સમર્થ થયા. ઇ. સ. પૂર્વે ૩૦૧ માં એન્ટિગેાન્સ ફીજીઆના પ્રદેશમાં માર્યા ગઈં.
સેલ્યુકસ સાથેની સંધિમાં હિંદુકુશ પર્વત શ્રેણી જેને યુનાની લેાક પેરાપેાણીસસ અથવા તેા ભારતીય કેાકેસસ કહેતા હતા તે ચંદ્રગુપ્તની પશ્ચિમ સીમા બની.
આ સમયે મહારાજા ચંદ્રગુપ્તના થએલ વિજયને અંગે શ્રીયુત વી. એ. સ્મિથ લખે છે કે “ એ હજાર વર્ષ કરતાં અધિક કાળમાં ભારતના પ્રથમ સમ્રાટ ચન્દ્રગુપ્તે આ પ્રકારે વૈજ્ઞાનિક સીમા પ્રાપ્ત કરી હતી, જેટલી સીમા સેાળમી અથવા સત્તરમી શતાબ્દીમાં મેાગલ સમ્રાટોએ પણ હસ્તગત કરી ન હતી. ”
x
X
x