________________
સ્થૂલભદ્રનું સંક્ષિપ્ત જીવનચરિત્ર, પરદેશી આક્રમણની શરૂઆત, ચાણક્યનું અપમાન અને તેની પ્રતિજ્ઞા, મૌર્યવંશી સામ્રાજ્યની સ્થાપનાના સૂત્રધાર ચાણક્યની જીવનપ્રભા, નંદવંશને અંત અને મૌર્ય સામ્રાજ્યની સ્થાપના વિગેરે વિષયને આ વિભાગમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
ચેથે વિભાગ–(પ્રકરણ ૧૫) ચંદ્રગુપ્ત અને ભદ્રબાહુસ્વામી સંબંધી દક્ષિણમાં ગયાની જે દંતકથા રૂઢ સ્વરૂપ પકડી રહી છે તેને નિરાસ ચંદ્રગુપ્ત, બિંદુસાર તથા અશકના જીવનવૃત્તાંત અને ધાર્મિક કાર્યોની નોંધ, સીકંદર તેમજ સેલ્યુસની ચઢાઈ, અશોકપુત્ર કુણાલને અંધાપ, સમ્રા સંપ્રતિને જન્મ અને કુણાલની કુનેહથી રાજ્યપ્રાપ્તિ વિગેરેને લગતા પ્રકરણે આ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે.
પાંચમે વિભાગ–(પ્રકરણ ૧૮) સંપ્રતિને રાજ્યાભિષેક અને પ્રસ્થાન, જીવંતસ્વામીની પ્રતિમાનું તલસ્પર્શી વર્ણન, રથયાત્રાનો વરઘોડો અને સંપ્રતિને જાતિસ્મરણુજ્ઞાન, આર્ય સુહસ્તિસૂરિએ કહેલ પૂર્વભવ, તેને લગતા નિશીથચૂર્ણ, કલ્પદીપિકા, કલ્પસૂત્ર કલ્પલતા તથા નવાંગી ટીકાકાર અભયદેવસરિરચિત સંમતિની સંસ્કૃત કથા વિગેરે શાસ્ત્રીય શહાદતે, સ્વચૂલિયા, જેવા પ્રાચીનતમ પુસ્તકની સાક્ષી, સંપ્રતિની તીર્થયાત્રા ને અશોકની સંમતિ, સંભોગી ગોચરી સંબંધી ભ્રમણને નિરાસ, અવંતીસુકમાલનું વૃત્તાંત, રથયાત્રાનો અપૂર્વ મહોત્સવ અને સંપ્રતિને સામંત પ્રત્યે ઉપદેશ. જૈન ધર્મ પ્રત્યે અચળ-અતૂટ શ્રદ્ધા અને અનાર્ય દેશોમાં કરાવેલ વિહાર, હમેશાં એક જિનમંદિરના નિર્માણનો અભિગ્રહ, પાંચમા આરાનું સ્વરૂપ, મગધાધિપતિ બન્યા બાદ સંપ્રતિન નેપાળ, ખાટાને, ભૂતાન, અફઘાનીસ્થાન આદિ પ્રાંતે પર વિજ્ય જૈન ધર્મના પ્રચાર માટે અવિરત શ્રમ અને શ્રદ્ધા, મૌર્યવંશી રાજ્યકુટુંબમાં આંતરિક કલેશ ને પતન વિગેરે વિષયો સચોટ મુદ્દાઓ અને સાબિતીઓ સાથે અર્ધી સમ્રાટ્ર સંપ્રતિનું અસ્તિત્વ સિદ્ધ કરવામાં આવ્યું છે.
છઠ્ઠો વિભાગ–( પ્રકરણ ૪) અત્યાર સુધી અપ્રગટ રહેલ મુનિહંત “ કલંકી ” સ્વરૂપ પુષ્યમિત્રની જીવનરેખા, તેના ૩૫ વર્ષના રાજ્યામલ દરમિયાન કરેલ નૃશંસ કાર્યોની સેંધ, બૌધગ્રંથ દિવ્યાવદાનની શહાદત, પાટલિપુત્રનું પતન અને પુષ્યમિત્રને વિનાશ આ વિભાગમાં લેવામાં આવ્યો છે.
સાતમો વિભાગ- પ્રકરણ ૬ ) મહારાજા ખારવેલનો વૃત્તાંત અને ગુફાઓનું ટૂંકું ખ્યાન, ખારવેલની મગધ પર બે વાર ચઢાઈ અને સુવર્ણ પ્રતિમાની પુનઃ પ્રાપ્તિ, ગર્દભીલ્લ ને કાલકાચાર્યને સંબંધ, રત્નસંચય ગ્રંથને પાઠ રજૂ કરી ચારે કાલકાચાર્ય સંબંધી ચોખવટ, વિક્રમ સંવત્સરની શરૂઆત, નરવાહન ઉફે નભસેનની હકીકત, શાલિવાહન શકની શરૂઆત વિગેરે વિષને લગતી સ્પષ્ટ બીના આ વિભાગમાં આલેખવામાં આવી છે.
આઠમે વિભાગ–(પ્રકરણ ૪) મૌર્યવંશ તથા નંદવંશની રાજ્ય કાળગણનામાં કયાં અને કેવી રીતે ભૂલ થવા પામી છે તેને સ્ફોટ ને આધુનિક વિદ્વાનોના મતભેદની પર્યાલચના.
આ આઠે વિભાગમાં જ્યાં જ્યાં યુગપ્રધાનનો સંબંધ આવે છે ત્યાં ત્યાં તેમને લગતી હકીકત પણ દાખલ કરવામાં આવી છે. આ યુગપ્રધાનની પ્રણાલિકા સ્થવિરાવલી પરથી લેવામાં આવી છે.
આઠ વિભાગો ઉપરાન્ત જૈનાચાર્યોની સાહિત્ય સેવા સમજાવવા માટે તેમજ કયા ક્યા સંવમાં શું શું બન્યું તેની સંક્ષિપ્ત સમજ માટે પાછળ ચાર પરિશિષ્ટો ઉમેરવામાં આવ્યા છે. -લેખક
* “ નિશિથચૂણ વી. નિ. આઠમા સૈકામાં રચાયેલ છે એટલે કે આજે તેને લગભગ સેળસે વર્ષ વ્યતીત થઈ ગયા છે.
+ વન્નચુલિયા ભગવાન મહાવીરની પાંચમી પાટે આવેલ શ્રી યશોભદ્રસ્વામીએ રચેલ છે. નિશીથચૂર્ણ કરતાં પણ આ ગ્રંથ પ્રાચીન મનાય છે.