________________
પ્રકરણ ૧૨ મું.
પશ્ચિમ ભારતમાં અંધાધુંધી.
જે કાળે મગધ સામ્રાજ્ય ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ભારતમાં જબરજસ્ત કાન્તિ ફેલાવી રહ્યું હતું તે કાળે પશ્ચિમ ભારતમાં જબરજસ્ત પરિવર્તન થઈ રહ્યું હતું. પશ્ચિમેત્તર પ્રદેશની રાજ્યવ્યવસ્થામાં અનેક જાતની ઉથલપાથલ થઈ રહી હતી. પ્રસિદ્ધ વિજેતા શાહ સીકંદરે પશિયન સામ્રાજ્યના પ્રદેશ જેવા કે બાફટ્ટીયા, આક્રેશિયા આદિ પ્રદેશના સામ્રાજ્યની શક્તિને વિનાશ કરી ત્યાં બેસીડેનીયન સામ્રાજ્યની સ્થાપના કરી હતી.
વિજયની શરૂઆતમાં ગ્રીક સમુચિત રાષ્ટ્રને પરાજય કરી શાહ સીકંદરે પરશીયન સામ્રાજ્ય ઉપર આક્રમણ કર્યું હતું. એશિયા માઈનર, ફીનીશીયા, ઈજીપ્ત, બેબિલનીઆ આદિ પ્રદેશને સ્વાધીન બનાવી શાહ સીકંદરે ભારતની પશ્ચિમ સરહદ પર હલ્લો કર્યો. આ સમયે શાહ સીકંદર પાસે લગભગ ૨,૦૦૦ હજાર સૈનિકોનું સુવ્યવસ્થિત લડાયક બળ હતું, જેના વેગે પશ્ચિમભારતની રાજ્યનેતિક સ્થિતિમાં ઘણું જ પરિવર્તન થયું. આ આક્રમણમાં અનેક અજેય દુર્ગોને જીતતે સીકંદર અટકથી સળ માઈલ ઉત્તર તરફ ઊદભાણપુર નામે પ્રદેશ કે જે સિધુ નદીની પેલી પાર હતું ત્યાં સુધી આવી પહોંચે. સિબ્ધ પ્રદેશના પશ્ચિમ વિભાગની શક્તિશાળી જાતિઓ(રાજાઓ)ને જીતી, અનેક અજેય દુર્ગો-કિલ્લાઓ ઉપર પોતાને વાવટો ફરકાવી શાહ સીકંદર સિધુની આ પાર આવી પહોંચે. ભારતના દુર્ભાગ્યે કહે યા તે કળિકાળના પ્રભાવે કહે અથવા તે પંચમ આરાના પ્રભાવે કહો પરંતુ અનાદિકાળથી ભારતની સ્વતંત્રતા સાચવી રહેલ પ્રભાવશાળી નૃપતિઓને પણ શાહ સીકંદર જેવા પરદેશી યવન બાદશાહના સ્વામીપણાને સ્વીકાર કરવો પડ્યો. આમાં ભારતના પ્રાચીન ગેરવશાલી નામચીન તક્ષશિલા નગરીના રાજા આમલીસ (આમીસ) જેવા દેશદ્રોહીનું નામ ઘણું જ શરમશી રીતે ગવાયું.