________________
મહેદય પ્રેસ-ભાવનગરના માલિક શા ગુલાબચંદ લલુભાઈને પણ મારે આભાર માનવો જોઈએ. તેઓએ મારું આ પુસ્તક અલ્પ સમયમાં છાપી આપ્યું છે અને પુસ્તકના ગેટ-અપને ખીલવવા માટે પણ પૂરતી કાળજી ધરાવી છે. સમયસર પુસ્તક છાપી આપવા બદલ મને તેમના પ્રત્યે ખરેખર માનની લાગણું ઉદ્દભવી છે. “જૈન” ઑફિસમાં કામ કરતા ભાઈશ્રી નરેત્તમદાસ (બાલુભાઈ) રૂગનાથે પણ આ પુસ્તકના પૂફ રીડીંગ તેમજ ગ્રંથસુધારણામાં પૂરતી કાળજીથી ઘણું જ સારે સહકાર આપ્યો છે. આ ઉપરાન્ત પુસ્તકમાં પ્રગટ કરવા માટે સૌજન્યભાવે ફોટા, બ્લેકસ વિગેરે પૂરા પાડનાર તેમજ મંગે સહકાર આપનાર મારા મિત્રવર્ગને અને શુભેચ્છકેને પણ હું આભાર માની વિરમું છું.
–મંગળદાસ ત્રિકમદાસ ઝવેરી