________________
મહારાજા મહાનંદ ઊર્ફે નદ ત્રીજો
૧૪૫
લગ્નની મેાડી રાત્રે અમાત્ય શકડાલે પ્રિય પુત્ર શ્રીયકને પેાતાના ઓરડામાં ખેલાવ્યે અને રાજાના ભંભેરાયેલા કાનની અને પલટાયેલા વાતાવરણની વાત કર્યાં બાદ આખા કુટુંબ ઉપર આવનારી ભયંકર આફતની આગાહી કરી જણાવ્યું કે : “ કાચા કાનના રાજવી આખા કુટુંબની દુર્દશા કરે અને કમેાતે મરવું પડે તેના કરતાં આવતી કાલે સવારના દરબારમાં હું જેવા કંઇક ખેલવા ઊઠું ત્યારે તારે મને “ રાજદ્રોહી ” કહી, મ્યાનમાંથી તલવાર કાઢી મારા શિરચ્છેદ કરવા. હું વૃદ્ધ હોવાથી મૃત્યુને આરે બેઠેલા છું. આમ કરવાથી મારા એકના ભાગે આખા કુટુંબનું રક્ષણ થશે. ”
“ પિતાજી ! શું હું નિર્દોષ પિતાના શિરચ્છેદના મહાન્ પાપના ભાગીદાર ખનું ? હે પરમાત્મા ! આ હું શું સાંભળું છું ? વાહ રાજ્યપ્રપંચ અને વાહ વિચિત્ર રાજ્ય ફરજ ! ” શ્રીયકે આવું અપકૃત્ય કરવાની આનાકાની કરી, પિતૃ-પ્રેમના અંગે અનેક જાતની દલીલા રજૂ કરી; પરંતુ મુત્સદ્દીગીરી અને સમયને સમજનાર અનુભવી અમાત્યે બધી દલીલેાને સમજપૂર્વક તાડી. અંતે ભાગ્યાધીન બની પિતાની આજ્ઞાનું પાલન કરવા પુત્રને ફરજ પડી અને વહેતાં અશ્રુ-ધારાના પ્રવાહ વચ્ચે તે પેાતાના એરડામાં ચાલ્યા ગયા.
ખીજે દિવસે સવારના અમાત્યને ત્યાં થયેલ લગ્નની ખુશાલીમાં રાજ્યદરબાર ભરવામાં આન્યા. આ માંગલિક પ્રસંગે થનારા માન–ઇનામની વહેંચણીને અંગે દરખાર સંપૂર્ણ ભરાઇ ગયા હતા. સમ્રાટ મહાનંદ પધાર્યાની દુહાઇ છડીદારે પાકારી અને સમ્રાટે ધીમે પગલે રત્નજડિત કિંમતી સિંહાસન ઉપર બેઠક લીધી.
વારાંગનાઓએ નૃત્યાથી સભાસદેોને ખુશ કર્યો. પ્રાસ ંગિક વિધિ સમાપ્ત થતાં વડાપ્રધાન શકડાલે પેાતાની બેઠક ઉપરથી ઊઠી, સમ્રાટ સન્મુખ જઈ શાન્તિથી શિર નમાવ્યું કે તુરત જ સમ્રાટની બેઠક પાછળ તૈયાર થઈ ( અંગરક્ષકના વડા તરીકે ) ઉભેલ શ્રીયકે વીજળીના ઝમકારાની જેમ તરવારને મ્યાનની બહાર ખેંચી કાઢીને “ આ બેવફા રાજ્યાહી અમાત્ય, લે આ તારા રાજ્યદ્રાહુના બદલે ” એમ કહી એક જ ઝટકે અમાત્યનું શિર ધડથી જુદું કરી નાખ્યુ.
રાજ્યસભામાં હાહાકાર મચી ગયા. સહુ કેાઈ આશ્ચર્ય ચકિત થયા. પુત્રના હાથે પિતાનુ ભરસભામાં કરપીણુ ખૂન એ સહુ કોઇને અસહ્ય અને નિર્દય લાગ્યુ. અમાત્યે રાજ્યદ્રાહ કર્યાની વાત કાઇના ગળે ઉતરી નહીં અને સહુને આમાં ભયંકર કાવત્રાની ગંધ આવી. તુરત જ સમ્રાટ મહાનદ ખુલાસા કરવા ઊભા થયા. અમાત્યપુત્રે અંગરક્ષક તરીકે ખજાવેલ અપૂર્વ સેવાનાં તેણે વખાણ કર્યાં અને અમાત્યના શસ્ત્રાગારની બનેલ હકીકત વર્ણવી તેમણે રાજ્યદ્રાહના ખુલાસા કર્યાં. અમાત્યપુત્રને શાબાશી આપી તેને પિતાની અમાત્યપદની ગાદી સ્વીકારવા કહ્યું. જવાબમાં શ્રીયક કુમારે જણાવ્યુ` કે: “ મારા માટા ભાઇ સ્કૂલભદ્ર વિદ્યમાન છે. તેને ખેલાવી અમાત્યમુદ્રિકા અર્પણુ કરો. ” તુરત જ અમાત્યપુત્ર
૧૯