________________
પ્રકરણ ૨ જુ.
નંદવંશની વંશાવલી. મગધની રાજ્યગાદી ઉપર નંદ વંશની સ્થાપના વીર નિર્વાણ સંવતના ૬૦ મા વર્ષે એટલે ઈ. સ. પૂર્વે ૪૬૭ માં થઈ, જે વંશને ઈતિહાસકારોએ “શેણુનાગવંશ” ના નામે સંબોધે છે.
જૈન ગ્રંથકારે નંદ વંશને રાજકાળ ૧૫૦ વર્ષને જણાવે છે, જ્યારે સનાતન ધર્મ ૧૦૦ વર્ષને જણાવે છે. આ બન્ને પ્રાચીન શાસ્ત્રોક્ત કાળગણનામાં કયાં અંતર આવે છે તે તપાસવાની ખાસ જરૂરિયાત છે, અને તે વસ્તુ અતીવ અગત્યની છે.
શ્રીમદ્દ ભાગવતના સ્કંધ ૧૨ ના અધ્યાય ૧ લાના લેક ૫, ૬, ૭, ૮, ૯ માં જણાવ્યા પ્રમાણે નંદ વંશનો રાજ્યકાળ ૧૦૦ વર્ષનો જણાવવામાં આવ્યા છે. નંદ વંશની શરૂઆત મહાનંદથી બતાવી નંદ વંશના અંતિમ રાજા સુધીમાં ૧૦૦ વર્ષને સમય જણાવવામાં આવ્યું છે, જ્યારે જૈન ગ્રંથકારો મહારાજા નંદિવર્ધન અને મહાનંદીને ૫૦ વર્ષનો મગધ ઉપરનો રાજ્યકાળ નંદવંશીય તરીકે ગણી તે બન્ને રાજાઓનાં વર્ષો પિરાણિક ગણને સાથે મેળવી નંદ વંશના ૧૫૦ વર્ષ ગણે છે.
શ્રીમદ ભાગવત (૧) મહારાજા નંદિવર્ધન અને (૨) મહારાજા મહાબંદી બનેને શિશુનાગ વંશી જણાવે છે, અને મહારાજા મહાનંદ પછીના રાજાઓમાં મહાનંદને શિશુનાગ વંશથી અલગ પાડી, ત્યારપછીના નંદ વંશના રાજાઓને ક્ષત્રિયોના વિરોધી અને પરશુરામનાં જેવા રાજ્યકર્તા જણાવ્યા છે, જેના અંગે શ્રીમદ્ ભાગવતના ૫-૬-૭-૮-૯ કોનું અવતરણ અમે નીચે પ્રમાણે રજૂ કરીએ છીએ:
મહાનંદીને નંદ નામે કોઈ એક પુત્ર થશે. તે મહાબળવાન થશે અને ધનને માલીક થશે. તેવી જ રીતે મહાપદ્મ પણ થશે અને તે ક્ષત્રિયોને નાશ કરશે.