________________
૧૩૦
સમ્રા સંપ્રતિ
ततो इगचालीसं निगोय वक्खाय कालिगायरिओ। अट्ठत्तीसं खंदिल ( संडिल ) एवं चउसय चउद्दस य ॥ रेवइमित्ते छत्तीस, अञ्जमंगू अ वीस एवं तु । चउसय सत्तरि चउसय, तिपन्ने कालगो जाओ॥ चउवीस अञ्ज धम्मे, एगुणचालीस भद्दगुत्ते अ । सिरिगुत्ति पनर वहरे, छत्तीसं एव पणचुलसी ॥ तेरस वासा सिरिअञ्जरक्खिए वीस पूसमित्तस्स ।
इत्थय पणहिअ छसरासु सागसंवच्छरुप्पत्तो ॥" ઉપર પ્રમાણે રાજ્યકાળગણનાના અનુસંધાન યુક્ત યુગપ્રધાન પટ્ટાવલીની રચના કરવામાં આવી છે. તે પરથી નિર્વિવાદ સિદ્ધ થાય છે કે પ્રથમ અંકમાંના યુગપ્રધાન આચાર્યો સાથે નંદ વંશના રાજ્યોમલને ગાઢ સંબંધ હતો. આ વસ્તુ મહત્ત્વની અને ઈતિહાસના ઊંડાણને સ્પર્શનારી હેવાથી અહીં તે વિષય પરત્વે સંક્ષિપ્ત વિવેચન હાથ ધરીએ છીએ.
નંદવંશના રાજઅમલ દરમિયાન નીચેની મહત્વતાભરી ઘટનાઓ બની હતી.
૧. વીર નિર્વાણ ૧૫૫ માં મગધમાં પ્રથમ દુષ્કાળ પડ્યો. આ સમયે શ્રી ભદ્રબાહુસ્વામી ૧૨ વષ દુષ્કાળના અંગે ઉગ્ર તપશ્ચર્યા કરવા નેપાલ ગયા, જ્યાં તેમના બે શિવેને સ્વર્ગવાસ થયે.
૨. વર નિર્વાણ ૧૬૦ માં પાટલીપુત્રમાં પ્રથમ સૂત્રવાચના થઈ.
૩. શ્રી સ્થૂલભદ્રજીની વીર નિર્વાણ ૧૪૬ માં દીક્ષા થઈ, ૧૭૦ માં યુગપ્રધાન પદની પ્રાપ્તિ થઈ અને ૨૧૫ માં તેમનો સ્વર્ગવાસ થયે.
૪. તેમના સ્વર્ગવાસના પાંચ વર્ષ પૂર્વે ઈતિહાસકારોના જણાવ્યા મુજબ ઈ. સ. પૂર્વે ૩૨૨ માં મહારાજા ચંદ્રગુપ્તના હાથે મોર્યવંશીય રાજ્ય સ્થાપના થઈ, જ્યારે જૈન ગ્રાના જણાવ્યા મુજબ ઈ. સ. પૂર્વે ૩૧૭ એટલે વીર નિર્વાણ ૨૧૫ માં થઈ. આ ગણત્રીમાં જેન ગ્રંથ અને ઇતિહાસકારો બને સાચા છે. જૈન ગ્રંથકારે મગધ પર મૌર્ય વંશની સ્થાપના ઈ. સ. પૂર્વે ૩૧૭ માં જણાવે છે તેની સાથે તેના ૫ વર્ષ પૂર્વ પર્વતી પ્રદેશના રાજા તરિકે ઈ. સ. ૩૨૨ માં મર્યવંશી રાજ્યગાદીની ભારતમાં સ્થાપના થયાનું જણાવે છે. અહિં યુગપ્રધાન પટ્ટાવલીને પ્રથમ આંક આ રીતે રાજકાળગણનાની ગણત્રી સાથે જોડી સમાપ્ત કરવામાં આવે છે. “તિર્થીગલી પઈન્નય ” માં પણ પ્રથમ અંક આ પ્રમાણે જ પૂરો કર્યો છે. વળી મેરૂતુંગાચાર્યે પણ પિતાના કાળગણનાના લેકને પ્રથમ આંક અહિં પૂરો કર્યો છે.