________________
૧૧૪
સમા, સંપ્રતિ જેવા પગ. આ રીતના અંગોપાંગવાળા પિતાના બાળમિત્ર સેનક સાથે હંમેશાં રાજકુમાર રમત કરતા હતા, અને વિદુષકની જેમ આ વામન અવતારી મંત્રીપુત્ર સેનક તેને હસાવી રમાડતો પરંતુ પોતે તે પોતાના આવા કદરૂપાપણાથી અંત:કરણમાં અતીવ વ્યથા અનુભવતે.
યુવાવસ્થાએ પહોંચતા મંત્રીપુત્ર સેનકને વૈરાગ્યની પ્રાપ્તિ થઈ અને તેણે વસંતપુર છોડી શૂન્ય ચિત્તે તાપસી પાસે એષ્ટિકવ્રત લીધું, અને દુષ્કર તપ કરવા લાગ્યા.
વિશેષ તપશ્ચર્યા કરતાં સેનક ઉગ્ર તપસ્વી બને. આ બાજુ કુમાર રાજપદે આવ્યો. જ્યારે રાજ્યકુમાર સુમંગલ રાજ્યાસને હતા તે સમયે આ તાપસ વસંતપુરના ઉપવનમાં આવી ઊતર્યો. નગરજને તાપસ મંત્રીપુત્ર હોવાનાં કારણે ભક્તિપૂર્વક પૂજા કરવા લાગ્યા, અને તેના ઉગ્ર તપની પ્રશંસા કરવા લાગ્યાં. લોકોએ આ મંત્રીપુત્ર તાપસને તેના વૈરાગ્યનું કારણ પૂછતાં તેણે હાસ્યજનક રીતે રાજ્યપુત્ર સુમંગલનું નામ જણાવ્યું.
આ હકીક્ત રાજાને કાને પહોંચતાં રાજા સુમંગલ વંદન નિમિત્તે ત્યાં આવ્યું અને પૂર્વકૃત અપરાધોની ક્ષમા માગી, અને તેના તપની પ્રશંસા કરવાપૂર્વક માસક્ષપણે તપનું પારાગુ પોતાને ત્યાં કરવાનું નિમંત્રણ કર્યું. તાપસ સેનકે મહારાજાને આશીવૉદ દેવાપૂર્વક નિમંત્રણ સ્વીકાર્યું. બાદ રાજા પિતાને કૃતકૃત્ય માનતે સ્વસ્થાને ગયે.
એક માસનું તપ પૂરું થતાં તાપસ રાજાને ત્યાં પારણાર્થે ગયે, પરન્ત ભવિતવ્યતાને અંગે તે સમયે રાજા શરીરે અસ્વસ્થ હોવાના કારણે રાજ્યકુટુંબ વ્યગ્ર અને ચિન્તાક્રાન્તા બન્યું હતું. જ્યારે તાપસે રાજમહેલમાં પ્રવેશ કરવા માંડ્યા તે સમયે દ્વારપાળોએ તેને પ્રવેશ કરતાં અટકાવ્યું. તાપસ ત્યાંથી તરત પાછા ફર્યો અને બીજા માસનું તપ આરંડ્યું. વ્યાધિમુક્ત થયા બાદ રાજાને આ વાતની ખબર પડતાં પુન: તે વંદન નિમિત્તે ગયા અને બીજા પારણું માટે આમંત્રણ આપ્યું પણ ત્યાગ ન થયો. આ પ્રમાણે તાપસને ચાર માસના ઉપવાસ ભવિતવ્યતાના યેગે ઉપરાઉપરી કરવા પડ્યા.
દરેક પારણાના દિવસે રાજા કુદરતી સંજોગોમાં અસ્વસ્થ બનતે અને તાપસ તેને ત્યાં પારણાર્થે જતો પરતુ દ્વારપાલે તેને મહારાજાની માંદગીના કારણે રોકતા. મહારાજાની તબીઅત બીજે જ દિવસે સુધરી જતી ને તે તાપસ પાસે જઈ પશ્ચાત્તાપૂર્વક પિતાની પરિસ્થિતિ જણાવત, અને નવી સ્વીકારેલી તપશ્ચર્યાનું પારણું પિતાને ત્યાં કરવા વિનવતો. આ પ્રમાણે ઉપર જણાવ્યા મુજબ ચાર વખત બન્યું. અને તાપસને એક માસને બદલે ચાર માસની ઉગ્ર તપશ્ચર્યા કરવી પડી.
હવે ચોથા માસના પારણાથે રાજાની વિનંતિને માન આપી રાજ્યમહેલે જતાં તાપસને દ્વારપાળોએ તિરસ્કારપૂર્વક કાઢી મૂકો. તેઓનું એવું જ માનવું થયું કે જ્યારે જ્યારે આ તાપસ પારણાર્થે આવે છે ત્યારે ત્યારે મહારાજા અસ્વસ્થ થઈ જાય છે. દ્વારપાલના તિરસ્કારભર્યા અપમાનથી તાપસ ક્રોધે ભરાયે અને તેના મનમાં એ નક્કી થઈ ગયું કે રાજા હજુ પણ મારી હાંસી જ કર્યા કરે છે.”