________________
પ્રકરણ ૧૮ મું.
પ્રભુ મહાવીરનું નિર્વાણુ. “નિર્વાણુ” શબ્દનો અર્થ શ્રીમદ્ આત્મારામજી મહારાજ પોતાના બનાવેલ “પ્રનેત્તર” નામના ગ્રંથના ૯૫ મા પ્રશ્નના ઉત્તરમાં નીચે પ્રમાણે જણાવે છે –
જ્યારે જીવના સર્વે શુભાશુભ કર્મો નષ્ટ થઈ જાય છે ત્યારે જ જીવન નિર્વાણ પદની પ્રપ્તિ થાય છે. નિર્વાણ થયા પછી જીવાત્મા લોકના અગ્રભાગમાં–લેકાન્તમાં જાય છે અને અનંતકાળ સુધી સદા ત્યાં જ રહે છે. કર્મ રહિત આત્માનો ઊર્ધ્વગમન કરવાનો સ્વભાવ છે તેથી તે છેવટનું શરીર છોડી, ભવનો અંત કરી સમશ્રેણિએ લોકાન્તમાં જાય છે. ”
સુરાસુરેએ સેવેલા પ્રભુ મહાવીરે પિતાના આયુષ્યનો અંત જાણી અપાપા નગરી તરફ વિહાર કર્યો કે જ્યાં દેવોએ સમવસરણની રચના કરી હતી. પ્રભુ છેલ્લી દેશના આપવા બેઠા. અમ્પાપા (પાવાપુરી કે જે રાજ્યગૃહી નગરી પાસે છે તે) પુરીના રાજા હસ્તિપાલ પ્રભુની દેશના સાંભળવા ત્યાં આવ્યા. આ સમયે ઇંદ્રાદિક દેવ–દેવીઓ પણ પ્રભુને નિર્વાણકાળ જાણી, અંતિમ દેશના શ્રવણ કરવા ત્યાં આવ્યા. પ્રભુએ સર્વને સમજાય તેવી ભાષામાં સમાચિત એગ્ય દેશના આપી,
બાદ હસ્તિપાલ રાજાએ પિતાને આવેલ આઠ સ્વના ખુલાસા પૂક્યા જેને પ્રભુએ ભાવી શાસનને બંધબેસતો યેગ્ય ખુલાસો આપે.
પ્રભુનો મોક્ષસમય નજદિક આવ્યું તે વખતે જ્યોતિષચક્રમાં ભસ્મગ્રહ સંક્રાન્ત થવાનો હતો, તેવામાં જ જે પ્રભુ નિર્વાણ પામે તે પ્રભુની પાછળ ૨,૦૦૦ વર્ષ સુધી પ્રભુના શાસનના સાધુ-સાધ્વીઓને તે ઉપદ્રવકારક થઈ પડે એમ જાણું ઈન્દ્ર મહારાજે ભગવાનને
૧૪.