________________
શ્રેણિકને સ્વર્ગવાસ
૧૦૧ અથવા સંન્યાસીઓ કહીએ છીએ તેવી જ રીતે જૈનધર્મપાલક ત્યાગી આત્માને સાધુ-મુનિમહારાજે કહીએ છીએ. તેઓ દેહદમનાથે ઉગ્ર તપશ્ચર્યા કરે છે. અનંતા જન્મનાં કર્મોને ઉગ્ર તપશ્ચર્યા અથવા ધ્યાન દ્વારા ક્ષય કરી શુકલધ્યાનપૂર્વક જન્મ, જરા, મયુરહિત અમરપદમોક્ષપદને પ્રાપ્ત કરે છે.
આ સિદ્ધાંત અનુસાર મહારાજા શ્રેણિકના રાજ્યઅમલ દરમિયાન બનેલી અનેક રાજ્યઘટનાઓ પ્રાધાન્ય સ્થાને એતિહાસિક ગણાય છે કે જેઓને સંબંધ પૂર્વજન્મના સંસ્કારો સાથે સંકળાયેલ હતા.
મહારાજા શ્રેણિક પાસે એક સેચનક નામનો હસ્તી હતો કે જે હસ્તી પૂર્વજન્મનું જ્ઞાન ધરાવતું હતું. એકદા તોફાને ચઢેલ તે હસ્તી કેઈનાથી વશ ન થતાં મહારાજા શ્રેણિકદ્વારા પાળેલ પશુની જેમ વશ થયો હતો. મહારાજા શ્રેણિકની હસ્તિશાળામાં તે હાથી સારામાં સારું માન ધરાવતો હતો અને તેનું રક્ષણ પણ ઉત્તમ રીતે થતું હતું.
આ હસ્તિના પૂર્વજન્મનું વૃત્તાંત ઘણું જ લંબાણભર્યું હોવાના કારણે આ ઐતિહાસિક ગ્રંથમાં તેને અમો સ્થાન આપી શક્તા નથી. તેનું વૃત્તાંત જાણવાના ઈરછકે “ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર” ના ૧૦મા પર્વમાં જેવું. મહારાજા શ્રેણિકે પ્રભુ મહાવીરના સમાગમમાં લગભગ ૧૫ વર્ષો ગાળ્યા બાદ તેમને ૭૦ વર્ષે ચૂસ્ત વૈરાગ્ય પ્રાપ્ત થયે હતું અને તેઓ પ્રભુ મહાવીરના સરસંગથી સારા જ્ઞાની બન્યા હતા. જો કે તેઓ આ સમયે ગૃહસ્થાશ્રમી અને સામ્રાજ્યના અધિષ્ઠાતા હતા છતાં તેઓનું જીવન એક આદર્શ મુમુક્ષુ જેવું અધિક ધર્મમય બન્યું હતું.
મહારાજા શ્રેણિકે પ્રભુ મહાવીરના સમાગમમાં આવેલ (તેમના પ્રતિબોધદ્વારા આત્મજ્ઞાનથી ભીંજાએલ) પિતાના પાટવીકુંવર અભયકુમારને તેના આત્મકલ્યાણાર્થે પ્રવજ્યા અંગીકાર કરવાની રજા આપી હતી અને તે સાધુ બન્યા હતા. તેવી જ રીતે તેની સાથે અને ત્યારબાદ આપણે આગલા પ્રકરણમાં જોઈ ગયા તે પ્રમાણે શ્રેણિક મહારાજાની રજાથી તેમની તેર રાણુઓએ અને અનેક રાજ્યકુમારોએ પ્રવજ્યા સ્વીકારી હતી. એટલે રાજ્યમહેલ અને રાજ્યવહીવટ એ મહારાજા શ્રેણિકને આ અવસ્થાએ તદ્દન ભારરૂપ જણાવવાથી તે બોજો ચિલણાના પુત્ર હલ્લ અને વિહલ્લને આપવાનું વિચાર કર્યો, પરંતુ આ બંને રાજ્યકુમારનો અંતરાત્મા રાજ્યગાદીને બદલે સંસારત્યાગ પ્રત્યે પ્રેરાએલ જણાયાથી તેમણે સેચનક નામનો જ્ઞાની હસ્તિ તથા આભૂષણે તરીકે ઈન્દ્રમહારાજા દ્વારા મળેલ કિંમતી દેવીરત્નના બે કર્ણકુંડળે માગ્યાં. આ ઉપરાંત શ્રેણિકે તેમના નિર્વાહ જેટલા ખર્ચને બંદોબસ્ત કરી આપી તેમને સંખ્યા હતા. હવે રાજ્યાધિકારને લાયક રાજ્યકુમાર કેણિક ઊર્ફે અજાતશત્રુ યોગ્ય રીતને અધિકારી રહેવાથી મહારાજાએ ગ્ય સમયે તેને રાજ્યારૂઢ કરવા નિશ્ચય કર્યો.
પરન્તુ દેવગતિ કાંઈક વિચિત્ર હોવાના કારણે રાજ્યકુમાર કેણિકની સિંહાસનાધિપતિ