SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ કાળગણના लोहियवचाई पकरेइ । चानुवन्नं वागरंति एवं खलु समणे भगवं महावीरे गोशालस्स मंखलिपुत्तस्स तवेणं तेएणं अन्नाइढे समाणे अंतो छण्हं मासाणं पित्तजरपरिगयसरीरे दाहवकंतीए छउमत्थे चेव कालं करेस्सति ।" માવત સત્ર, શ૦ , ૧૮૬. શાળાને તેજલેશ્યા મૂકે લગભગ છ માસ થવા આવ્યા હતા. પ્રભુ મહાવીર પાવાપુરીમાં સખત બિમાર પડ્યાના સમાચાર ચારે દિશાએ પ્રસર્યા. મેંતીએ ગામથી થોડા ગાઉ દૂર એક ઉધાનમાં માલુકાક૭ નામના ગામ પાસે પ્રભુ મહાવીરના શિષ્ય સિંહમુનિ ઉગ્ર તપશ્ચર્યા કરતા હતા. મેંઢીએ ગામનિવાસી પ્રજાજનો દ્વારા પ્રભુ મહાવીરની સખત બિમારીના સમાચાર તેમણે પણ સાંભળ્યા. સિંહમુનિને પ્રભુ પ્રત્યે અતિશય અનુરાગ હતું. આ સમાચાર સાંભળતાં જ સિંહમુનિ લાગણીવશ બની, તપાવન ભૂમિને તરત જ ત્યાગ કરી પ્રભુ મહાવીરના નામની માળા જપતાં એક નાનાં બચ્ચાં માફક રૂદન કરતા પાવાપુરીના માર્ગ તરફ ચાલ્યા. માલુકાકછ ગામની પ્રજાએ તપસ્વી સિંહમુનિને “મહાવીર’ શબ્દને માટે સ્વરે ઉચ્ચાર કરી નાના બાળકની માફક રડતાં ને અચાનક આશ્રમને ત્યાગ કરી પાવાપુરી તરફ જતા જોયા. આ ઉપરથી માલુકાકછ ગામની પ્રજાએ માની લીધું કે સિંહમુનિના રૂદનને અર્થ પ્રભુ મહાવીર કાળ કરી ગયા એમ જણાય છે એટલે તે પ્રજાએ તરતજ અફવા ફેલાવી કે પ્રભુ મહાવીર કાળ કરી ગયા છે અને તે સમાચાર ગૌતમ બુદ્ધને પણ તરત જ પહોંચાડવામાં આવ્યા. પાવાપુરી મેંઢીએ ગામની નજદિકમાં જ આવેલ છે. • પછી પ્રભુ ટૂંક સમયમાં વ્યાધિમુક્ત થયા અને ત્યારબાદ તમ બુદ્ધનું નિર્વાણ પણ ટૂંક સમયમાં જ થયું. આ હકીકતને લગતો ઉલ્લેખ ભગવતીસૂત્રના ૧૫ મા અધ્યાયની ગાથા ૬૮૬ માં નીચે પ્રમાણે જણાવેલ છે. __" तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी सीहे नामं अणगारे पगइभदए जाव विणीए मालुआकच्छस्स अदूरसामंते छठें छटेणं अनिक्खितेणं २ तवो कम्मेणं उटढं बाहा जाव विहरति । तएणं तस्स सीहस्स अणगारस्स झाणंतरियाए वट्टमाणस्स अयमेयारुवे जाव समुप्पजित्था एवं खलु ममं म्मायरियस्स धम्मोवदेसगस्स समणस्स भगवओ महावीरस्स सरीरगंसीविउलं रोगायंके पाउन्भूए लजले जाव छउमत्थे चेव कालं करिस्सति, वदिस्संति य गं
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy