________________
કાળગણના
રીતે લેવી પડી છે. આ મહાપુરુષનું જીવન ચરિત્ર સમજવા માટે અમો જૈન ગ્રંથો જેવા કે “કપર્વ ” દિરાટ્ટા પુષ =” તથા “મહાવીર ચરિત્ર” વિગેરે ગ્રંથો વાંચવાની ભલામણ કરીએ છીએ.
પ્રભુ મહાવીરના જીવન પર્યાયના સમકાળે કેટલીક મહાન વિભૂતિઓને જન્મ પૂર્વ હિંદમાં થયેલ હતું, જેમાં મગધનરેશ બિંબિસાર ( ઊર્ફે ભંસાર) જેને જેન ગ્રંથકારે શ્રેણિક મહારાજા તરીકે વર્ણવે છે તે તેમ જ મહાત્મા શૈતમ બુદ્ધ પણ હતા. વળી અજાતશત્રુ પણુ પ્રભુ મહાવીરના સહવાસમાં આવ્યું હતું. આ પ્રમાણે આ કાળે ઐતિહાસિક ઘટનાઓમાં અગ્રસ્થાન ગવતી મહાન વિભૂતિઓ મગધમાં જન્મી હતી.
મહારાજા શ્રેણિકનો જન્મ મહાત્મા બુદ્ધના જન્મ પછી લગભગ ૧૦ વર્ષે એટલે ઈ. સ. પૂર્વે લગભગ ૬૧૧ માં થયો હતો. મહાત્મા બુદ્ધને જન્મ ઈ. સ. પૂર્વે ૬૨૧ માં થયે જણાય છે. આ જન્મનાં વર્ષો નીચેની કાળગણના પરથી મળી આવે છે કે જે કાળગણનાની ગણત્રી ઈતિહાસવેત્તા મુનિ શ્રી કલ્યાણવિજયજીએ “વીરનિર્વાણુ સંવત ઔર કાળગણના” નામના ગ્રંથના પૃષ્ઠ ૧૭ માં રજૂ કરી છે. તેને અમે પ્રમાણભૂત માની તેના આધારે નીચે પ્રમાણે વર્ષોની કાળગણનાને હિસાબ રજૂ કરીએ છીએ –
મહાવીરની જન્મકાળગણના. ૧. બુદ્ધ જ્યારે ૨૨ વર્ષના થયા ત્યારે પ્રભુ મહાવીરને જન્મ થયો. ઈ. સ. પૂર્વે ૧૯૯૦ ૨. બુધે ૩૦ વર્ષની અવસ્થામાં જ્યારે પ્રવ્રજ્યા ગ્રહણ કરી ત્યારે મહાવીર ૮ વર્ષના થઈ
પાઠશાળામાં અધ્યયનાથે ગયા હતા. મહાવીર જન્મ ઈ. સ. પૂ ૫૯, મૈતમ બુદ્ધને
જન્મ ઈ. સ. પૂર્વે ૬૨૧. ૩. ૩૬ વર્ષની અવસ્થામાં ગૌતમ બુદ્ધને ધિક (વૌવા ચૌશિક) જ્ઞાનની પ્રાપ્તિ થઈ
અને તેમણે બદ્ધધર્મને પ્રચાર શરૂ કર્યો એ સમયે પ્રભુ મહાવીર ૧૪ વર્ષના હતા.
(ઈ. સ. પૂર્વે ૫૮૫ માં.) ૪. શૈતમ બુદ્ધ બાવન વર્ષના થયા ત્યારે પ્રભુ મહાવીરે દીક્ષા ગ્રહણ કરી હતી. (ઈ. સ.
પૂર્વે ૫૬૯ માં.) ૫. ગૌતમ બુદ્ધ જ્યારે ૬૫ વર્ષના થયા ત્યારે પ્રભુ મહાવીરને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ
હતી. (ઈ. સ. પૂર્વે ૫૫૬ માં.)
જ્યારે બુદ્ધને ૭૯ મું વર્ષ ચાલતું હતું ત્યારે પ્રભુ મહાવીર પ૬ વર્ષ અને ૬ માસની આસપાસમાં હતા, અને તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થયે ૧૩ વર્ષ અને ૫ માસ વ્યતીત થયાં હતાં. એટલે ઈ. પૂર્વે ૫૪૨ અને ૫ માસ થયા હતા. આ સમયમાં પ્રભુ મહાવીર અને શાલક વચ્ચે કાંઈક મતભેદ પડ્યો તેવી જ રીતે તેના