SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન રાજવીઓના અન્ય રાજાઓ સાથે સબંધ સુમેાધિકાના ટીકાકાર શ્રી વિનયવિજયજી ગણી કહે છે કે જ્યારે પ્રભુ મહાવીર કૌશાંખીમાં આન્યા ત્યારે તે દેશના રાજા શતાનિક અને રાણી મૃગાવતી પ્રભુ મહાવીરના પરમભક્ત બન્યાં હતાં. ઉપરીક્ત રાજ્યના મહાન્ અમાત્યા અને તેમની પત્નીએ પણ જૈન ધમી હતાં, જેના ઉલ્લેખ આવશ્યકસૂત્રના ૨૨૨ થી ૨૨૫ પાના સુધીમાં કરવામાં આવ્યેા છે. તથા કલ્પસૂત્ર સુાધિકાની ટીકામાં ૧૦૬ પાને કરવામાં આવ્યે છે. શતાનિક રાજાને ઉત્ક્રાયન નામે એક પુત્ર થયા હતા જે બિંબિસારના સમકાળે પ્રસિદ્ધિ પામ્યા હતા. આ સમયમાં રાજા હૃષિવાહન અને શતાનિક વચ્ચે લડાઈ થઈ હતી. ૧ રાજા શતાનિકની બહેન જયન્તી પણ પ્રભુ મહાવીરની અનુયાયી હતી. ઉદાયનના શ્વસુર ચંડપ્રઘાત રાજા પણ જૈનધમી અને પ્રતાપશાળી રાજવી હતા. તેમણે કેટલાક પ્રદેશા જીત્યા હતા. અવન્તી, અંગ તથા મગધનાં રાજ્યકુટુએ સાથે લગ્નસંબંધ બાંધ્યા હતા. તેમની સાથે ચેટકની ચેાથી પુત્રી શિવાનાં લગ્ન થયાં હતાં કે જેણીએ અવંતી ઊર્ફે પ્રાચીન માળવાની રાજ્યધાની ઉજજૈનપતિનુ પટરાણીપદ શાભાળ્યુ હતુ અને ચુસ્ત રીતે જૈન ધર્મ પાળનારી હતી. રાજા ચ'પ્રઘાતની કન્યા વાસવદ્વત્તા તથા મગધના રાજા દકની મહેન પદ્માવતી અને અંગદેશના રાજા દેઢવર્માની પુત્રીએ રાજા ઉદ્યાયનની રાણીએ થઇ હતી, જેમાં વાસવદત્તા એ ઉદાયનની પટરાણી હતી. મહારાજા ઉદાયનના રાજ્યકુટુંબના અંગેની કથા જૈનગ્રંથામાં અદ્ભુત અને લાંખી છે, જેના સબંધ અહિં ન લેતાં એટલુ જણાવવું ઉચિત છે કે મહારાજા ઉદાયન ખાધમાં પલટાવાના અનેક સંજોગેા પ્રાપ્ત થવા છતાં ચુસ્ત રીતે જૈનધર્મ પ્રત્યે બહુમાન ધરાવનાર હતા. મહારાજા ચડપ્રઘાત અને ઉદાયન વચ્ચે ભય'કર વેરવાળાએ પ્રગટી હતી અને પરસ્પર અણુમનાવ મજબૂત બનતા જતા હતા, છતાં ધાર્મિક ક્ષેત્રમાં બન્ને ચુસ્ત જૈન ધર્માનુરાગી હતા. ઉપર પ્રમાણે ચેટકની સાત કન્યાએમાંની પ્રભાવતી, પદ્માવતી, મૃગાવતી, શિવા અને ચેલના એ અનુક્રમે સાવિર, અંગ, વત્સ ( વંશ ), અવન્તી અને મગધના રાજાઓ સાથે પરણી હતી. ચેટકની એ કન્યામાંથી જ્યેષ્ઠા પ્રભુ મહાવીરના મેાટા ભાઈ કુંડગ્રામના રાજા નંદિવર્ધનને પરણાવી હતી, જ્યારે સુજ્યેષ્ઠા પ્રભુ મહાવીરની શિષ્યા બની હતી. આ ઉપરથી સ્પષ્ટતાથી તારવી શકાય છે કે પૂર્વ ભારતમાં તે સમયે ઉચ્ચતર ગણાતા રાજાએ સાથે વિવાહસંબંધ જોડવામાં લિચ્છવી ક્ષત્રિય કુળા ગૌરવશાળી ગણાતાં હતાં. ૧૧
SR No.032628
Book TitleSamrat Samprati Yane Prachin Jain Itihasni Pramanikta
Original Sutra AuthorN/A
AuthorMangaldas Trikamdas Zaveri
PublisherKhengarji Hiraji Co
Publication Year1940
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy