________________
પ્રકરણ ૧૨ મું.
જૈન રાજવીઓનો અન્ય રાજાઓ સાથે સંબંધ. પ્રભુ મહાવીર પણ સંસારી પણામાં અનેક રાજવંશીઓ સાથે કેટુંબિક સંબંધ ધરાવતા હતા. તેમના પિતા સિદ્ધાર્થ એક મહાન સરદાર હતા અને તે જ્ઞાતે ક્ષત્રિય જાતિના હતા. તેમનું નિવાસસ્થાન કુંડગ્રામ અથવા કુડપુર હતું. પ્રભુ મહાવીરના પિતા જ્ઞાતક્ષત્રિય જાતિના (રાજાઓમાં) મુખી હતા. તેમનું રાજ્ય એક સ્વતંત્ર રાજ્ય તરીકે સારી ખ્યાતિને પામ્યું હતું.
આ જ્ઞાત-ક્ષત્રિય જાતિમાં નવ જાતિઓ હતી તેમાંની કેટલીક લિચ્છવી, વ્રજજીવી વિગેરે નામથી પ્રસિદ્ધિ પામી હતી. આ નવ લિચ્છવી જાતિઓમાં પાછી નવ મલીક જાતિઓ કાશી અને કેશલના અઢાર ગણરાજાઓ સાથે જોડાઈ હતી કે જેઓમાંનાં ઘણાંખરાં નૃપતિઓ જેનધર્મ પાળનારા હતા.
આ જાતિઓ અને કુળે વચ્ચે કઈ રીતે શારીરિક સંબંધ જોડાયો હતે તેનું સવિસ્તારપૂર્વક વર્ણન નીચે પ્રમાણે જણાવીએ છીએ – - પ્રભુ મહાવીરની માતા ત્રિશલા, વૈશાલી નગરીના રાજાની રાજ્યદુહિતા હતા.
ઈ. સ. પૂર્વે છઠ્ઠી શતાબ્દિમાં લિછવિ ક્ષત્રિય જાતિ પણ મહાન શક્તિસંપન્ન જાતિ ગણાતી હતી, જેઓ જ્ઞાતૃકેની સાથે મહાવીરના ઉપદેશની અસર નીચે આવ્યા હતા અને જેન ધમી બન્યા હતા. પ્રભુ મહાવીરની માતા ત્રિશલા, લિચ્છવી જાતિના વૈશાલીના રાજા ચેટકની બહેન થતા હતા. વિદેહદત્તા ત્રિશલા રાજકુમારીને લગ્ન સંબંધ સિદ્ધાર્થ રાજા સાથે થયો હતો કે જેઓ પ્રભુ મહાવીરના પુરોગામી શ્રી પાર્શ્વનાથના અનુયાયી હતા. તે જ પ્રમાણે લિછવિ રાજ્યવંશ પણ જૈન ધર્મને પાળનારો હતે.