________________
મહારાજા શ્રેણિકને અભયકુમાર તથા સુદાના સમાગમ
હતી. મહારાજા શ્રેણિકને બુદ્ધિપરીક્ષાના ઘણા જ દેશેાખ હતા અને તેઓ રાજ્યગૃહીના બુદ્ધિવાની અવારનવાર પરીક્ષા કરી બુદ્ધિશાળીએની કદર કરતા. મહારાજા શ્રેણિકને ઘણા પ્રધાના હતા પરંતુ પેાતાના સુવિસ્તૃત પ્રદેશના વહીવટ સભાળી શકે તેવા મુખ્ય પ્રધાનની આવશ્યકતા મહારાજાને જણાઇ ને તેવા બુદ્ધિવંત પુરુષની પ્રાપ્તિ માટે આ પ્રયાગ ચાજવામાં આવ્યા હતા.
""
કૂવાકાંઠે એક ઢાલ વગાડનાર રાજ્યઢઢા કહી સંભળાવતા કે : બુદ્ધિવંત પુરુષે કૂવામાં ઊતર્યાં વગર કાંઠે રહીને જ આ વીંટી કાઢવાની છે. કેટલાક હસી પડતા, અનેકા તર્ક-વિતર્ક કરતા અને આમાં કઈક ભયંકર એવુ ભાખી ઘર તરફ જતા.
બુદ્ધિપરીક્ષા—
૬૯
“ ભાઇઓ,
આ સાંભળી
કાયડા છે
સમય પ્રભાતના હતા. કૂવાકાંઠે જનસમુદાયની મેદની કુતુહલતાપૂર્વક એકત્ર થઇ હતી, છતાં વીંટી કાઢવાની કાઈની ર્હિંમત ચાલતી નહી.
અભયકુમાર કૂવા નજદિક જતાં તેણે ઉપર્યુક્ત હકીકત સાંભળી. ઢંઢેરામાં તેને કઇ ગૂઢ આશય જણાયા. વિચારણાને અંતે તુરત જ તેને એક યુક્તિ સુઝી આવી. તેણે રાજ્યા– ધિકારીઓને જઇ કહ્યું કે “ એ રાજપુરુષા, હું વીંટી કાઢી આપવા તૈયાર છું. ” કૂવાકાંઠે ઊભેલા સમુદાયે આ અજાણ્યા ભવ્ય કાંતિવાન કુમાર અવસ્થાના મુસાફર તરફ નજર ઠેરવી અને શું થાય છે તે આશ્ચર્યયુક્ત નજરે નીહાળવા લાગ્યા. કુમારે અધિકારીએ પાસે છાણના પીંડા મંગાળ્યા જેને હાથમાં લઇ તેણે વીંટી ઉપર નાખ્યા. કુમારે બીજી આજ્ઞા કરી કે અગ્નિ ને ઘાસના પૂળા લાવેા. કુમારે અગ્નિ આવતાં છાણુના પિંડાની આસપાસ ઘાસના પૂળા વેરી દીધા તે તેને સળગાવ્યેા, જેથી તે છાણુના પીંડ સૂકાઇ જઇ છાણારૂપે બની ગયેા ને વીંટી તેમાં ચાંટી ગઇ. બાદ રાજ્યાધિકારીઓને આજ્ઞા કરી કે નજદિકમાં રહેલ પાણીની નિકને વાળી નિકના પાણીથી કૂવા ભરી દેવા. જોતજોતામાં કૂવા પાણીથી ભરાયેા. સુકાએલ છાણુ ઉપર તરી આવ્યું અને કુમારે ધીરેથી એને લઇ અંદર ભરાયેલ વીંટીને ખેંચી કાઢી આંગળીએ ચઢાવી લીધી.
જનસમુદાયે કુમારના બુદ્ધિવાદના જયજયકાર મેલાન્યા. રાજ્યાજ્ઞા પ્રમાણે આ કુમારને મહુમાનપૂર્ણાંક રાજ્યદરમારમાં લઈ જવામાં આવ્યેા. મહારાજા શ્રેણિકને નવીન યુવાનના સામુ એક સરખી ટસે જોતાં હૃદયમાં કુદરતી સ ંજોગાદ્વારા પ્રેમલાગણી ઊભરાઇ. દરબારમાં મહારાજાશ્રી નજદિક બેઠેલ અમલદાર વર્ગને કુમારના ચહેરા રાજવંશી જણાયે અને સૌ કાઇ સાનંદાશ્ચર્યમાં પડ્યા.
મહારાજા શ્રેણિક અભયકુમાર સાથે ઉપવનમાં—
મહારાજાશ્રીએ યુવાન મુસાફરને પ્રેમથી પૂછ્યુ કે “કુમાર તમે કયાંથી આવા છે ? ”