________________
જીવવિચાર યાને
સિદ્ધ સ્વરૂપ પ્રગટાવવાનો ટૂંકો માર્ગ (શોર્ટ વે)
જૈન શાસન એટલે સર્વજ્ઞ પરમાત્માએ પ્રરૂપેલ તત્ત્વ શાસન. તત્ત્વ મુખ્ય બે જીવ – અજીવ રૂપ છે. તેમાં પણ મુખ્ય જીવ તત્ત્વ છે. જીવ જ જીવ અને અજીવને જાણનાર છે. તેથી જ પરમાત્માની આશા છે કે, જીવે જીવ અને અજીવને જાણવા જોઈએ.
જો જીવે વિ વિયાણૈઈ, અને વિવિયાણઈ, જીવાજીને વિયાણતો, સો હું નાહીઈ સંજમ.
(દશ વૈકાલિક) જે જીવ – અજીવને જાણશે તે જ સંયમને જાણી શકશે – પામી શકશે. જિનાજ્ઞા સબ્વે નીવા ન હન્તવ્વા સર્વ જીવો હણવા યોગ્ય નથી અર્થાત્ રક્ષા કરવા યોગ્ય છે. અમય બિનશાસન । ૧૪મ નાખું તો ત્યા । જિનની સર્વ આશા જીવો માટે અભયરૂપ છે. માટે જિનની પૂર્ણ આજ્ઞાનું પાલન - દીક્ષા (સર્વવિરતિ)રૂપ છે. સર્વ જીવોને અભય આપવા રૂપ છે. સર્વ જીવના હિતસ્વરૂપ છે. તે માટે પ્રથમ જીવોનું જ્ઞાન અને પછી જીવ દયા પાલન.
જીવનું ચાર ગતિમાં પરિભ્રમણનું કારણ :
અનાદિથી અજ્ઞાન, મિથ્યાત્વ અને કષાયને વશ થયેલો જીવ સ્વ અને પરની હિંસાના કારણે સ્વપક્ષે પીડાને અનુભવતો, અને બીજાની પીડામાં નિમિત્ત બનતો આવ્યો છે તેથી તેનું પરિભ્રમણ ચાલુ છે.
જીવે પીડામાંથી મુકત થવા હિંસામાંથી મુકત થવું જરૂરી છે તે માટે સર્વ જીવોનું શાન જરૂરી છે. માત્ર જીવોનું જ્ઞાન થવાથી જીવ હિંસાથી મુકત થતો નથી પણ સમ્યગ્દર્શન યુકત જ્ઞાનવાળા જીવને જ સર્વહિંસાના ત્યાગની
જીવવિચાર || ૮